ગુજરાતમાં ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા, જાણો કોને મળી ટીકીટ…

લોકસભા ચુંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે , ત્યારે ભારે કશ્મકશ બાદ આજે ભાજપે ગુજરાતમાં વધુ ત્રણ ઉમેદવારના નામની જાહેરાત કરી છે. જેમાં બનાસકાંઠામાંથી પરબત પટેલ, પંચમહાલમાં રતનસિહ અને પોરબંદરથી રમેશ ધડુકને ટીકીટ મળી છે.

આ નામ જાહેર થતાની સાથે જ એ સ્પષ્ટ થઇ ગયું છે કે, બનાસકાંઠા બેઠક ઉપર કેન્દ્રના રાજ્ય કક્ષાના ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીનું પત્તું કપાઈ ગયું છે. હરિભાઈના સ્થાને ચૌધરી સમાજના જ પરબત પટેલને ટિકિટ અપાઈ છે. પરબત પટેલ હાલ રાજ્ય સરકારમાં મંત્રી છે.

પોરબંદર બેઠક પરથી રમેશ દ્યડૂકનું નામ જાહેર થતાં રાદડિયા પરિવારને ટિકિટ મળી નથી. બનાસકાંઠાથી કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીની ટિકિટ કપાઈ છે, જ્યારે પંચમહાલથી પ્રભાતસિંહ ચૌહાણનું પત્તુ કપાયું છે. અત્યાર સુધી ભાજપે ગુજરાતમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

 48 ,  3