અખિલેશ સામે અભિનેતા નિરહુઆ મેદાને, સોનિયા ગાંધીની ટક્કર તેમના જ નેતા સામે

ભાજપે લોકસભાની ચૂંટણી માટે વધુ 6 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં પાંચ ઉમેદવારો ઉત્તર પ્રદેશ અને એક ઉમેદવાર મહારાષ્ટ્રથી છે. આઝમગઢથી ભોજપુરી ફિલ્મ સ્ટાર દિનેશ લાલ યાદવ એટલે કે ‘નિરહુઆ’ને ટિકિટ આપવામાં આવી છે. નિરહુઆની ટક્કર સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સામે થશે.

બીજી તરફ રાયબરેલીમાં કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી સામે દિનેશ પ્રતાપ સિંહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દિનેશ પ્રતાપ સિંહ તાજેતરમાં જ કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં શામેલ થયા છે.

તો મેનપુરીથી સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની સામે ભાજપે પ્રેમ સિંહ શાક્યને ટિકિટ આપી છે. જ્યારે મુંબઈ ઉત્તર-પૂર્વથી કિરીટ સોમૈયાની ટિકિટ કાપીને મનોજ કોટકને આપવામાં આવી છે.

 45 ,  3