ભાજપની પ્રથમ યાદી જાહેર, મોદી વારાણસીથી અને શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે

ભાજપે લાંબા મંથન બાદ છેવટે ગુરુવારે સાંજે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી. ભાજપે 184 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. તો ગૃહમંત્રી રાજનાથ સિંહ લખનઉની બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે.

ભારે આશ્ચર્યજનક બાબત એ છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની બેઠક કાપવામાં આવી છે. તેઓ ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યાં છે. આ ઉપરાંત સ્મૃતિ ઇરાની અમેઠી બેઠક પરથી ચૂંટણી લડશે. તો કેશવપ્રસાદ મૌર્યના પુત્રી સંઘમિત્રા મૌર્યને બદાયુંથી ટિકિટ મળી છે. હેમા માલિની મથુરાથી તો સત્યપાલ સિંહ બાગપતથી ચૂંટણી લડશે. ગાઝિયાબાદથી વી.કે. સિંહ, ગૌતમબુદ્ધ નગરથી મહેશ શર્મા અને આસનસોલથી બાબુલ સુપ્રિયો ચૂંટણી લડશે.

પહેલા લીસ્ટમાં આંધ્રપ્રદેશ, આસામ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, ઉત્તરાખંડ, તામિલનાડુ અને કર્ણાટકની બધી જ સીટોના ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ

 93 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી