ભાજપમાં પણ હવે નામદાર ઘરાનાની એન્ટ્રી

ભાજપ દ્વારા કોંગ્રેસના ગાંધી પરિવાર અને ખાસ કરીને રાહુલ ગાંધી માટે નામદાર શબ્દનો પ્રયોગ કરીને કટાક્ષ કરવામાં આવે છે. નામદાર એટલે ઊંચા રાજવી પરિવારના એવો એક અર્થ ભાજપ કરે છે. પરંતુ હવે ભાજપમાં પણ એવા જ એક રાજવી પરિવારના નામદારની એન્ટ્રી થઇ છે.

રાજસ્થાનની રાજ સમંદ બેઠક માટે દિવ્યા કુમારીની પસંદગી કરી છે. તેઓ જયપુર રાજવી પરિવારના છે. તેમની પસંદગીથી જો કે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે નારાજ થયા છે. દિવ્યા કુમારીને મેવાડ બેઠક ફાળવવામાં આવી છે. એકી રીતે હવે ભાજપમાં પણ ખરેખર નામદાર પરિવારની એન્ટ્રી થઇ છે.

 40 ,  3