મહારાષ્ટ્રમાં માર્ચ સુધીમાં બનશે ભાજપની સરકાર?

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના નિવેદનથી રાજકારણમાં ખળભળાટ

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકાર સત્તામાં છે. આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. નારાયણ રાણે જણાવ્યું કે, આવતા વર્ષે માર્ચ 2022માં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે. નારાયણ રાણેએ દાવો કર્યો છે કે આવતા ચાર મહિનામાં મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પડી ભાંગશે. કેન્દ્રીય મંત્રી રાણેના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. નોંધનીયી છે કે, શિવસેનાએ ભાજપા સાથે ગઠબંધન તોડ્યા બાદ NCP અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી છે આ ગઠબંધનને મહાવિકાસ અઘાડી નામ આપવામાં આવ્યું હતું.

મુંબઈમાં મીડિયા સાથેની વાતચીતમાં નારાયણ રાણે જણાવ્યું કે, આ વાત સીક્રેટ છે, માટે હું હાલ બહાર નથી નિકાળવા માંગતો. સરકાર બનાવવી કે સરકાર પાડવાની હોય છે તો કેટલીક વાતો સીક્રેટ રાખવી પડે છે. રાજનીતિમાં દરેક વાત ઉજાગર નથી થતી. ભાજપ સરકાર આવશે તો તમને અપેક્ષિત ફેરફાર દેખાશે.

નારાયણ રાણેએ મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલનું નામ લઈને જણાવ્યું કે તેમણે જ માર્ચ સુધી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની વાત કહી છે. હું તેમની વાત તમારી સામે કરી રહ્યો છું. અમે લોકો તેમની કહેલી વાતને સાચી સાબિત કરવા માટે એકજુટ થઈને કામ કરશું.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને 24 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી હતી. જોકે, થોડા કલાકની ધરપકડ બાદ મોડી રાત્રે તેમને જામીન મળી ગયા હતા. 23 ઓગસ્ટે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ‘કાનની નીચે ફટકારવા’નું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ સમગ્ર મહારાષ્ટ્રમાં શિવસેનાના કાર્યકરોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. અનેક જિલ્લાઓમાં રાણેની સામે FIR પણ નોંધવામાં આવી હતી.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી