ટીકિટ બાદ હવે સ્ટાર પ્રચારકની યાદીમાંથી પણ અડવાણી-મુરલી આઉટ

લોકસભા ચૂંટણીના પહેલા અને બીજા તબક્કા માટે ભારતીય જનતા પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, યોગી આદિત્યનાથના નામ શામેલ છે. જો કે પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલ કૃષ્ણ અડવાણી સાથે સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીનું નામ આ યાદીમાંથી બાકાત છે.

આપને જણાવી દઇએ કે આની પહેલાં ભાજપે લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગરથી ટિકિટ કાપતા વિવાદ થયો હતો. ગાંધીનગરથી હવે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યાં છે. અડવાણીની ટિકિટ કાપતા શત્રુઘ્ન સિન્હા સહિત કોંગ્રેસના નેતાઓએ પણ પ્રશ્ન ઉભો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આની પહેલાં પણ રામલાલે જ લાલકૃષ્ણ અડવાણી, કલરાજ મિશ્રા સાથે મુલાકાત કરી અને શાંતા કુમાર, કરિયા મુંડા સાથે ફોન પર વાત કરીને તેને ટિકિટ ના આપવાનો નિર્ણય અંગે માહિતી આપી હતી. ત્યારે પણ રામલાલે આ નેતાઓને સૂચિત કર્યા હતા કે તેઓ પોતાની તરફથી ચૂંટણી ના લડવાની જાહેરાત કરે. પરંતુ લાલકૃષ્ણ અડવાણી પણ મુરલી મનોહર જોશીની જેમ તૈયાર નહોતા.

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, અરૂણ જેટલી, સુષમા સ્વરાજ, નિતિન ગડકરી, યોગી આદિત્યનાથ, ઉમા ભારતી, હેમા માલિની, શિવરાજ સિંહ ચૌહાણ, પીયૂષ ગોયલ, મનોજ તિવારી, દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મૌર્યનું નામ સામેલ છે. સાથે જ અન્ય ભાજપના નેતાઓના નામ પણ આ યાદીમાં સામેલ છે.

 97 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી