September 19, 2021
September 19, 2021

મુખ્યમંત્રી બદલવામાં ભાજપે લગાવી હેટ્રિક

કર્ણાટક અને ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત…

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલા રાજકારણમાં મોટો ભૂંકપ આવ્યો છે. વિજય રુપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીઘું છે જે બાદ ભાજપનો આભાર વ્યક્ત કર્યો છે. વિજય રુપાણીએ રાજયપાલ સાથે મુલાકાત કરીને રાજીનામું સોપ્યું છે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પણ હાજર રહ્યા હતા.

છેલ્લા એક વર્ષમાં રાજકીય ઘટનાક્રમનાં પાનાં ફેરવતાં આ ત્રીજી ઘટના છે જ્યારે ભાજપે કોઇ પણ મુખ્યમંત્રીને તેમનો કાર્યકાળ પૂરો થતાં પહેલાં ખુરશી પરથી હટાવી દીધા છે. મુખ્યમંત્રી બદલવાના મામલામાં એક વર્ષમાં ભાજપની આ હેટ્રિક છે. અગાઉ કર્ણાટક અને ઉત્તરાખંડમાં આવી રાજકીય ઉથલપાથલ જોવા મળી છે.

ત્રિવેન્દ્ર સિંહ રાવતને ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પદે પહેલા હટાવી દેવામાં આવ્યા હતા. આ પછી, ભાજપે તેને હટાવી દીધો અને રાજ્યની કમાન તીરથ સિંહ રાવતને સોંપી, પરંતુ તીરથ સિંહ રાવત લાંબા સમય સુધી પોતાની ખુરશી સંભાળી શક્યા નહીં અને ભાજપે 4 જુલાઈએ પુષ્કર સિંહ ધામીને મુખ્યમંત્રી બનાવ્યા. આગામી વર્ષે ઉત્તરાખંડમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર સિંહ રાવતનો કાર્યકાળ 18 માર્ચ 2017 થી 09 માર્ચ 2021 સુધી ચાલ્યો હતો. આ પછી તીરથ સિંહ રાવતે 10 માર્ચ 2021 થી 02 જુલાઈ 2021 સુધી રાજ્યની કમાન સંભાળી અને ત્યારબાદ ભાજપે પુષ્કર સિંહ ધામીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનાવ્યા.

કર્ણાટકમાં 26 જુલાઈના રોજ તત્કાલીન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. કર્ણાટકમાં ભાજપ સરકારે બે વર્ષ પૂરા કર્યા હતા કે યેદિયુરપ્પાએ સીએમ પદ છોડવું પડ્યું હતું. 2018 ની વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસ સરકારની રચના થઈ, પરંતુ આ સરકાર માત્ર એક વર્ષ જ ટકી શકી અને બાદમાં ભાજપે બી.એસ. યેદિયુરપ્પાએ પોતાની સરકાર બનાવી હતી. જો કે, યેદિયુરપ્પા માટે, આ ખુશી માત્ર બે વર્ષમાં જ અદૃશ્ય થઈ ગઈ. યેદિયુરપ્પા બાદ ભાજપે રાજ્યની કમાન બસવરાજ બોમ્માઇને સોંપી હતી. અત્યારે તેઓ કર્ણાટકના મુખ્યમંત્રી છે.

 73 ,  1