BJP એક્શન મોડમાં : મુખ્યમંત્રીઓ બાદ હવે MLA નિશાન પર, કામ ન કર્યું તો ગયા સમજો

ભાજપ હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાના કાપશે પત્તા!

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત અને ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી બદલ્યા બાદ BJP તમામ ચૂંટણી રાજ્યોમાં સત્તા વિરોધી લહેરને મંદ કરવા માટે ઓછામાં ઓછા અડધા ધારાસભ્યોને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. પાર્ટીના કેટલાક પદાધિકારીઓએ આ માહિતી આપી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ વર્તમાન ધારાસભ્યોમાંથી 15-20 ટકા ધારાસભ્યોને દૂર કર્યા હતા. જોકે અપેક્ષા છે કે આ વખતે આ આંકડો ઘણો વધારે હોઈ શકે છે.પાર્ટીના એક વરિષ્ઠ કાર્યકરે કહ્યું કે આનું એક કારણ એ પણ છે કે પાર્ટીના ઘણા મુદ્દાઓને લઈને લોકોમાં અસંતોષ છે. 2022 માં પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગોવા, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

ધારાસભ્યોને તેમના દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કરવામાં આવેલા કામોનું રિપોર્ટ કાર્ડ રજૂ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ધારાસભ્યોની કામગીરી સારી રહી નથી. પાર્ટીએ કહ્યું છે કે જે ધારાસભ્યોનું પ્રદર્શન સારું રહ્યું નથી, તેમને હટાવી દેવામાં આવશે અને આગળ લઈ જવામાં આવશે નહીં. ધારાસભ્યોની કામગીરીનું મૂલ્યાંકન અનેક પરિમાણોના આધારે કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક લોકોના વિકાસ માટે આપવામાં આવેલા ભંડોળનો ઉપયોગ કેવી રીતે થયો? અને લોકોને સશક્ત બનાવવા માટે કયા પ્રોજેક્ટ લાવવામાં આવ્યા, લોકોને તેમની પાસેથી કેટલો લાભ મળ્યો ? આ સાથે જ સેવા હી સંગઠન કાર્યક્રમમાં ધારાસભ્યોનું યોગદાન શું હતું? વગેરેનો સમાવેશ થાય છે. આ સર્વે તમામ મતવિસ્તારોમાં કરવામાં આવ્યો હતો જ્યાં સરકારની કામગીરી પર લોકોનો પ્રતિભાવ માંગવામાં આવ્યો હતો.

 60 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી