ચૂંટણી પહેલા માહોલ બગાડવા ગુંડાઓ બોલાવી રહી છે ભાજપ : CM મમતા

નરેન્દ્ર મોદી જેવા જૂઠ્ઠા જોયા નથી : મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મમતા બેનર્જી અને પીએમ મોદી વચ્ચે જુબાની જંગ તેજ થઈ રહી છે. મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ત્યારે મોંઘવારી સૌથી મોટો મુદ્દો હતો પરંતુ જેમ જેમ રાજ્યમાં પીએમ મોદીએ પ્રચાર શરૂ કર્યો છે તે બાદ રાજ્યમાં ચૂંટણીના મુદ્દા બદલાઈ રહ્યા છે ત્યારે મમતા બેનર્જી પણ હવે ભાજપ આક્રમક મોડમાં આવી ગયા છે.

વિષ્ણુપુરમાં એક રેલી દરમિયાન તેમણે કહ્યું કે પાન મસાલા ખાનારાઓ અને તિલક લગવાનારાઓ યુપી જેવા રાજ્યોના લોકો ચૂંટણી પહેલા સમસ્યા ઊભી કરવા માટે અહિયાં મોકલવામાં આવ્યા છે. આ બધા અમારા માટે બહારના ગુંડા છે. જોકે હા અમે વર્ષોથી બંગાળમાં જ રહેતા હોય તેવા લોકોને બહારના નથી ગણતાં.

મમતા બેનર્જીએ પ્રધાનમંત્રીને જૂઠ્ઠા ગણાવ્યા અને ભાજપ પર ગુંડા લાવવાના આરોપ લગાવ્યા. બેનર્જીએ કહ્યું કે મેં પીએમ મોદી જેવા જૂઠ્ઠા વ્યક્તિ નથી જોયા. આ કહેતા મને અફસોસ થઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદી જૂઠ બોલે છે. કોણ છે ગુંડાઓ?

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે બંગાળની સંસ્કૃતિને નષ્ટ કરવા માટે યુપીથી ગુંડા લાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે એક વર્ષથી ખેડૂતો રસ્તા પર છે. અદાણી બધા જ પૈસા અને ઉત્પાદન લૂંટી લેશે. માત્ર મોદી શાહ અને અદાણીને જ ખાવાનું મળશે. બીજા બધા માત્ર આંસૂ વહાવશે. મમતા બેનર્જીએ સવાલ કર્યો કે મોદીએ 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. શું કોઈને પૈસા મળ્યા છે?

મમતા બેનરજી ખોટા આરોપ લગાવે છે : PM મોદી

પૂર્વ મેદિનીપુર જિલ્લાના કાંથીમાં રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ખોટા આરોપ લગાવીને નંદીગ્રામના લોકોનું અપમાન કર્યું અને લોકો તેમને જવાબ આપશે. તેમણે 10 માર્ચની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તમે આખા દેશની સામે નંદીગ્રામ અને તેના લોકોને બદનામ કરી રહ્યા છો. આ એ જ નંદીગ્રામ છે જેમણે તમને આટલું બધું આપ્યું છે. નંદીગ્રામના લોકો તમને માફ કરશે નહીં. ઉલ્લેખનીય છે કે 10 માર્ચની ઘટનામાં મુખ્યમંત્રી ઇજાગ્રસ્ત થયા હતા.

 118 ,  1