રાજપૂત સમાજે ભાજપ સરકાર સામે ફરી બાંયો ચડાવી, મત આપવાનો કર્યો ઇનકાર

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના સૌરાષ્ટ્રમાં કારડીયા રાજપુત ભાજપા વિરુદ્ધ બાંયો ચડાવી છે. કાગડીયા રાજપુત સમાજનું કહેવું છે કે, ભાજપ સરકાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા વાયદો પૂરા કરવામાં નિષ્ફળ સાબિત થઇ છે. જેના કારણે તેઓ ભાજપ વિરુદ્ધ પ્રદર્શન કરવા મજબૂર થયા છે.

ભાવનગરના બુધેલ ગામના પૂર્વ સરપંચના ગૌચરણ જમીન મામલે સર્જાયેલ વિવાદમાં ભાવનગરનાં ધારાસભ્ય-પ્રદેશ ભાજપ અધ્યક્ષની ભૂમિકા રહી હોવાના આક્ષેપ સાથે સર્જાયેલા વિરોધ બાદ ફરી 2019ની લોકસભાની ચૂંટણી પૂર્વે પુન: શરૂ થયુ છે અને આ બાબતે બે વર્ષ પૂર્વે અપાયેલા વાયદા છતા સરકારે કોઇ જ કાર્યવાહી ન કરી હોવાના આરોપ સાથે 2૩મીએ બુધેલ ખાતે અખિલ ગુજરાત રાજપુત સમાજે બેઠક બોલાવી છે.

બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસિંહ મોરી સામે ગૌચરણ જમીનના મામલે આક્ષેપો સાથે વિવાદ ઉભો થયો હતો અને આ અંગે કેસ થતા મોરી સસ્પેન્ડ પણ થયા હતા. આ સમગ્ર ઘટનામાં ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીનો હાથ હોવાના આક્ષેપ સાથે આ ઘટનાથી રાજપુત સમાજમાં ઘેરા પ્રત્યાઘાાતો પડયા હતા. આ અંગે વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજપૂત સમાજના સંમેલનો યોજાયા હતા અને આખરે મામલો થાળે પાડવા વજુભાઇ વાળાને જવાબદારી સોંપવામાં આવી હતી.

તેમની દરમિયાનગીરી બાદ આ મામલે સરકારે કેસો પાછા ખેંચી લેવા સહિતની ખાતરી આપી હોવા છતાં હજુ સુધી યોગ્ય ન થયા હોવાના આક્ષેપ સાથે ફરી રાજપુત સમાજે રણનીતિ ઘડી કાઢવાનું નક્કી કર્યું છે.

રાજપુત સમાજના પ્રમુુખના નેતૃત્વમાં 2૩મીએ બુધેલ ખાતે તમામ તાલુકાના રાજપુત સમાજના પ્રતિનિધિઓની મીટીંગનું આયોજન થયું છે અને આ બેઠકમાં સરકારે આપેલ ખાતરીનો અમલ ન થયો હોય શું પગલા લેવા તે અંગે વિચારણા કરાશે.

 49 ,  3