September 19, 2021
September 19, 2021

મહીસાગરમાં ભાજપના નેતા અને તેમના પત્નીની હત્યાથી ખળભળાટ

પોલીસ કાફલો અને ભાજપના આગેવાનો દોડી ગયા

ગુજરાત ભાજપના નેતા અને તેની પત્નીની હત્યા થતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. મહીસાગર જીલ્લા ભાજપ કારોબારી સભ્ય ત્રિભોવનભાઈ પંચાલ અને તેમની પત્ની જશોદાબેન પંચાલની અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ ઘટના સ્થળે પોહોંચ્યાં છે. પંચાલ સમાજના આગેવાન અને  જીલ્લા ભાજપના અગ્રણીની હત્યાથી ભારે ચકચાર જગાવી છે.

મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય ત્રીભોવનભાઈ પંચાલ અને તેમના પત્ની જશોદાબેન પંચાલની લુણાવડા તાલુકાના પાલ્લા ગામે અજાણ્યા લોકોએ માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ઘાતકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. લુણાવાડાના ધારા સભ્ય જીજ્ઞેશભાઈ સેવક પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

 ત્રીભોવન પંચાલના ત્રણ દીકરામાંથી એક હાલ કેનેડા ખાતે છે. જ્યારે અન્ય એક દીકરો આણંદ ખાતે ડૉક્ટર છે. જ્યારે ત્રીજા દીકરીનું કોરોનાથી નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે.

ગામ લોકોનું કહેવું છે કે ત્રીભોવનભાઈ ખૂબ જ શાંત સ્વભાવના હતા. તેઓ બીજેપીના જૂના કાર્યકર છે. તેમનું કોઈ દુશ્મન ન હોઈ શકે. આથી હત્યા શા માટે કરવામાં આવી તે કારણ જાણવું મહત્ત્વનું બની રહેશે.

હત્યા બાદ સમગ્ર જિલ્લા સહિત ભાજપમાં ખળભરાટ મચી ગયો છે. હત્યા પાચળનું કારણ અકબંધ છે તો બીજી તરફ આ મામલે પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા વધુ તજવીજ હાથ ધરી છે.

 54 ,  1