કર્ણાટકઃ ભાજપનાં નેતા આજે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે કરશે મુલાકાત..

કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર બનવાવાની તૈયારીમાં લાગી ગઇ છે. આ વચ્ચે જગદીશ શેટ્ટાર, વસવરાજ બોમ્બઇ, અરવિંદ લિંબાવલી સહિત કર્ણાટક ભાજપના કેટલાક નેતા દિલ્હી પહોંચ્યા છે. આ બધા નેતા આજે ભાજપના અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે.

સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ આ મુલાકાતમાં એ નિર્ણય લેવામાં આવી શકે છે કે કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ હશે. કુમારસ્વામીની સરકાર પડયા બાદ કર્ણાટકમાં પ્રદેશ ભાજપ સરકાર બનાવાનો દાવો તો રજૂ કરવા માગે છે, પરંતુ જો કે કોઇ જલ્દી કરવા માગતી નથી. જો કે એવુ માનવામાં આવી રહ્યું છે કે કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પા જ કર્ણાટકના મુખ્યમંત્રી બનશે, જો કે પાર્ટીના હાઇ કમાન્ડે આ અંગે હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી