ભાન ભૂલ્યા ભાજપના નેતા, કહ્યું, ‘સ્કર્ટવાળી બાઇ સાડી પહેરીને મંદિર જવા લાગી’

ચૂંટણીનો માહોલ છે ત્યારે રાજનેતાઓ રેલીઓમાં મતદારોને લોભવવા માટે એક બીજા પર સતત નિશાન સાધી રહ્યા છે. મેરઠમાં પણ એક આવી જ રેલીમાં ભાજપા નેતા જયકરણ ગુપ્તાને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. જો કે ભાષણ દરમિયાન તેમણે એક એવું નિવેદન આપી દીધુ, જેના કારણે વિવાદ સર્જાયો છે.

ભારતીય જનતા પાર્ટીના નેતાએ કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીને લઇ આપત્તિજનક ટિપ્પણી કરી છે. ભાજપ નેતા જયકરણ ગુપ્તા એ કહ્યું કે, સ્કર્ટવાળી બાઇ સાડી પહેરીને મંદિરમાં માથું ઝૂકાવા લાગી છે. BJP નેતાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ખૂબ આલોચના થઇ રહી છે.

જયકરણ ગુપ્તા એ નામ લીધા વગર પ્રિયંકા ગાંધી પર કટાક્ષ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘સ્કર્ટવાળી બાઇ સાડી પહેરીને મંદિરમાં માથું નમાવા લાગી. ગંગાજળની આલોચના કરનારા લોકો ગંગાજળનું આચમન કરવા લાગ્યા’.

આપને જણાવી દઇએ કે પ્રિયંકા ગાંધીને લઇ ભાજપના નેતાઓની તરફથી સતત વિવાદાસ્પદ નિવેદન આવી રહ્યા છે. આ પહેલાં કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા એ પણ કોંગ્રેસ મહાસચિવને લઇ એક એવું નિવેદન આપ્યું હતું જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો.

 109 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી