ભાજપ નેતા – પૂર્વ આઇટી અધિકારી પીવીએસ શર્માએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

પીવીએસ શર્માએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ, હાલત ગંભીર

નોટબંધીમાં કરોડો રૂપિયાની બિનહિસાબી રોકડ હિસાબી બનાવાઈ હોવાનો આક્ષેપ કરનાર આવકવેરાના પૂર્વ અધિકારી અને સુરત ભાજપના હોદ્દેદાર પીવીએસ શર્માએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પોલીસ શર્માન ધરપકડ કરે તે પહેલા જ પીવીએસ શર્માએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. જો કે હાલ પીવીએસ શર્મા સુરતની મહાવીર હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરવામાં આવ્યા છે.

નોટબંધીને લઈને આક્ષેપો કર્યા બાદ પીવીએસ શર્માને ત્યા આવકવેરા વિભાગના વ્યાપક દરોડા પાડ્યા હતા. જ્યાથી મોટી માત્રામાં બિનહિસાબી આવક શોધી કઢાઈ હોવાનો દાવો આવકવેરા વિભાગે કર્યો હતો. પીવીએસ શર્મા વિરુધ્ધ સુરતના ઉમરા પોલીસ મથકમા ફરીયાદ પણ દાખલ કરાઈ છે.

પીવીએસ શર્મા ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર પણ છે. પી.વી.એસ.શર્મા સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે તેઓએ ગઈકાલે ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેઓન સુરતની અઠવાગેટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જેમાં હાલ તબીબોના જણાવ્યા અનુસાર, PVS શર્માની હાલત ગંભીર છે. 

PVS શર્માની ઓફિસે અને ઘરે 24 દિવસ પહેલા ITએ રેડ પાડી હતી. ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર PVS શર્મા અને અન્ય એક સામે ફરિયાદ નોંધાઈ છે. પીવીએસ શર્મા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકીયા સામે આઈપીસી કલમ 465, 468, 471, 420 અને 120(બી) મુજબનો ગુનો નોંધ્યો છે.

 56 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર