મધ્ય પ્રદેશમાં ‘આઇટમ’ વાળા નિવેદન પર બબાલ, ઇમરત દેવીએ કર્યો પલટવાર : કમલનાથને ગણાવ્યા કલંકનાથ

કમલનાથના નિવેદન પર ઘર્ષણ, ભાજપે કર્યો હલ્લાબોલ : ઇમરત દેવીએ આપ્યો કરારો જવાબ

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કૉંગ્રેસ દિગ્ગજ નેતા કમલનાથે ભાજપના ઉમેદવાર ઇમરત દેવી પર વિવાદિત નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. કમલનાથે દલિત મહિલા નેતા પર નિશાન સાધતા ‘આઇટમ’ કહ્યા હતા. તેમના આ વિવાદિત નિવેદન પર કોંગ્રેસ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. કમલનાથના આ નિવેદનના વિરોધમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ મૌન ધરણા પર બેસી ગયા. શિવરાજસિંહની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા ઇન્દોરમાં ધરણા પર બેઠા.

તો બીજી તરફ ઇમરત દેવીએ કમલનાથના નિવેદન પર પલટવાર કર્યો છે. ઇમરતી દેવીએ કમલનાથને કલંકનાથ તરીકે ઓળખાવ્યા. તેમણે કહ્યું કે, હું એક સ્ત્રી છું, અને ગરીબ ઘરથી આવી છું. તો શું મારો રાજકારણ કરવાનો અધિકાર નથી, કમલનાથ શું કહે છે કે મહિલાઓ રાજકારણ કરી શકતી નથી. જો તે મહિલાઓ માટે આ રીતે બોલે છે, તો તે કમલનાથ નહીં પણ કલંકનાથ છે.

વધુમાં ઇમરત દેવીએ કહ્યું, “આવા લોકોને (પૂર્વ સીએમ કમલનાથ) મધ્યપ્રદેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. મને ખબર નથી કે તેઓ ક્યાંથી આવ્યા છે, તેઓ બંગાળથી આવ્યા છે. મધ્યપ્રદેશમાં મહિલા શક્તિને સશક્ત માનવામાં આવે છે, લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આજે તેણે મધ્યપ્રદેશની તમામ લક્ષ્મી (મહિલાઓ) સાથે દુર્વ્યવહાર કર્યો છે.

મધ્ય પ્રદેશના ડબરામાં કોંગ્રેસ ઉમેદવાર સુરેશ રાજેનાં સમર્થમાં પ્રચાર કરવા પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા કમલનાથે મંચ પરથી કહ્યું, સુરેન્દ્ર રાજેશ અમારા ઉમેદવાર છે, સરળ સ્વભાવના સીધા-સાદા છે. આ તેમના જેવા નથી, શું છે તેનુ નામ? હું શું તેનું નામ લઉ, તમે તેને મારા કરતાં વધુ સારી રીતે જાણો છો, તમારે મને પહેલા જ સાવધાન કરી દેવો જોઇતો હતો, આ શું આઇટમ છે. આ ઉપરાંત કમનાથ સિવાય પૂર્વ નેતા પ્રતિપક્ષ અજય સિંહે જનસભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે જનતા 3 નવેમ્બરે ઇમરતી દેવીને જલેબી બનાવી દેશે.

કમલનાથના આ નિવેદન બાદ ભાજપે સંપૂર્ણ તાકાત સાથે હુમલો કર્યો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણથી માંડીને તમામ મોટા નેતાઓેએ કમલનાથના આ નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

ધરણા પર બેસતા પહેલા શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આવા નિવેદનોને સહન કરવામાં નહીં આવે, દેશમાં માતા, બહેન અને પુત્રીનો આદર રાખવામાં આવશે, અમે મહિલાઓનું અપમાન સહન નહીં કરીએ.

 47 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર