ટિકિટ કપાયા બાદ અડવાણીની છલકાઇ લાગણી…

ગાંધીનગરથી ટિકિટ કપાયા બાદ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશ્યલ મીડિયામાં એક બ્લોગ લખ્યો છે જેમાં કેટલીક વાતો કરી છે.

પોતાના બ્લોગમાં અડવાણીએ જણાવ્યું કે ભારતીય લોકતંત્ર વિવિધતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સમ્માન કરે છે. જે અમારા વિચારોથી સહમત નથી થયા તેને ભાજપ ક્યારેય પોતાનો રાજનીતિક દુશ્મન ગણ્યો નથી. તેમજ માત્ર વિરોધી તરીકેની નજરથી જોયો છે.

તેમણે પોતાના જીવનનો મંત્ર આપતા કહ્યું હતું કે, ‘મારા માટે સૌથી પહેલા ક્રમે દેશ આવે છે. તે પછી બીજા ક્રમે પક્ષ અને સૌથી છેલ્લે મેં મારી જાતને મૂકી છે. મેં આ નીતિને હંમેશા અનુસરી છે.’

બ્લોગની શરૃઆતમાં અડવાણીએ ગાંધીનગરના મતદારોનો આભાર માન્યો હતો તેમણે કહ્યું હતું કે, હું ગાંધીનગરના લોકો માટે આભાર વ્યક્ત કરૂ છું, જેમણે 1991 બાદ છ વખત મને લોકસભા માટે પસંદ કર્યો. તેમના પ્રેમ અને સમર્થને મને હંમેશા અભિભૂત કર્યો છે

 49 ,  3