ઇન્સ્ટાગ્રામ સામે BJP નેતાએ કરી પોલીસ ફરિયાદ….

ભગવાન શિવને એક હાથમાં વાઈન અને બીજા હાથમાં મોબાઇલ ફોન રાખીને દર્શાવવામાં આવ્યા છે.

આજકાલ સોશ્યલ મીડિયા એક એવું માધ્યમ છે, જેમાં લોકો પોતાનાં વિચારોને દુનિયા સમક્ષ મુકે છે, પરંતુ ઘણી વાર કેટલીક ટિપ્પણીઓને કારણે સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચે છે. અને એ માટેનો વિરોધ પણ અવારનવાર જોવા મળે છે. ત્યારે હાલમાં એક એવી જ વાંધાજનક પોસ્ટને કારણે હિન્દુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે ઈન્સ્ટાગ્રામ સામે ફરિયાદ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ , તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ સામે દિલ્હીમાં એફઆઈઆર નોંધવામાં આવી છે કે, જેમાં ભગવાન શિવને એક હાથમાં વાઈન અને બીજા હાથમાં મોબાઇલ ફોન રાખીને વાંધાજનક રીતે બતાવવાના આરોપમાં બીજેપીનાં નેતા મનીષ સિંહે ઈન્સ્ટાગ્રામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ઇન્સ્ટાગ્રામ સામે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ આ ફરિયાદ નોંધાઈ છે.

વધુ વિગતોમાં વર્ષ 2020 માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવામાં અસફળ રહેનારા ભારતીય જનતા પાર્ટીનાં નેતાનાં નેતા મનીષ સિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, “ઈન્સ્ટાગ્રામ પર ભગવાન શિવને ખૂબ જ ખરાબ રીતે રજૂ કર્યા છે.” મહત્વપૂર્ણ છે કે, હિન્દુઓમાં સર્વોચ્ચ ભગવાન તરીકે ભગવાન શિવની લાખો ભક્તો દ્વારા આરાધના કરવામાં આવે છે.ઇન્સ્ટાગ્રામના સીઈઓ અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ નવી દિલ્હી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.એ માટે ફોજદારી કેસ નોંધવામાં આવે તેવી હાલ માંગણી કરવામાં આવી છે.

નોંધનીય છે કે , ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અપલોડ કરતી વખતે સર્ચ બોક્સમાં શિવને સર્ચ કરતા વપરાશકર્તાઓ સ્ટીકર શોધી શકે છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, આ સ્ટીકરો ઇન્સ્ટાગ્રામ દ્વારા જ પૂરા પાડવામાં આવ્યા હતા, કોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા નહીં પરંતુ હિંદુ સમુદાયને ઠેસ પહોંચાડવાના એકમાત્ર હેતુથી આ પોસ્ટ બતાવવામાં આવી છે, જેથી હાલ કાર્યવાહીની માંગ ઉઠી છે.

મહત્વપૂર્ણ છે કે ,પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરી કાર્યવાહી ચાલુ કરાઈ છે .

 53 ,  1