વસૂલી કાંડ મુદ્દે રાજ્યપાલને મળ્યા BJP નેતા, ઉદ્ધવ ઠાકરે-કોંગ્રેસના મૌન પર સવાલ ઉઠાવ્યા

ફડણવીસે કહ્યું- સરકાર પોલીસ દ્વારા વસૂલી કરે છે

મહારાષ્ટ્રમાં 100 કરોડ રૂપિયાની વસૂલીના મામલે જબરદસ્ત રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપના નેતાઓએ આજે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી. રાજ્યપાલ સાથે વાતચીત બાદ દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે અમે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને આખા મામલે જાણકારી આપી. 

મુખ્યમંત્રી પાસે રિપોર્ટ માંગવાની કરી ભલામણ-ભાજપ

મહારાષ્ટ્ર ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે અમે રાજ્યપાલ પાસે રાજ્યમાં શાસન અને કોરોના સંબંધિત વિભિન્ન મુદ્દાઓ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પાસે રિપોર્ટ માંગવાની ભલામણ કરી. અમે તેમને ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મુદ્દા પર હસ્તક્ષેપ કરવાની પણ અપીલ કરી. 

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં જે પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે તે પછી પૈસાની વસૂલીની ઘટના હોય કે ટ્રાન્સફર રેકેટ તે તમામ ઘટનાઓ દુખદ છે. આટલી બધી ઘટનાઓ ઘટવા  છતાં પણ મુખ્યમંત્રીએ તેના પર એક પણ નિવેદન આપ્યું નથી. તેમણે કહ્યું કે આ મામલે મુખ્યમંત્રીનું મૌન સૌથી વધુ પરેશાન કરનારું છે. 

 13 ,  1