સોશ્યલ વર્કર નિલેશ મિસ્ત્રીએ ગુજરાત હાઇકોર્ટમાં કરી અરજી

હાઇકોર્ટ દ્વારા આગામી 8 સપ્તાહમાં કાયદા મુજબ નિર્ણય આપવાનો આદેશ

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીઓ પુરી થઇ ગઈ છે ,પરંતુ વિવાદો પુરા થવાનું નામ લેતું નથી .ચૂંટણીઓમાં ભરાતા ફોર્મ ક્યારેક અધૂરા અને ભૂલો ભરેલા જોવા મળે છે .ઘણી વાર આ ફોર્મમાં નામને લઈને તો ક્યારેક સરનામાં કે સહીઓને લઇને અથવા અધૂરા ફોર્મ ભરેલા હોય છે તેને લઇને પણ વિવાદો થતા જોવા મળે છે .

મળતી માહિતી મુજબ ,બોડર્કદેવના સોશ્યલ વર્કર નિલેશ મિસ્ત્રીએ ચૂંટણી આયોગ વિરુદ્ધ ખોટા ફોર્મ ભરવાને લઇને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરેલી છે .વોર્ડ નંબર 19ના ચાર ઉમેદવારો વિરુદ્ધ અરજી થઈ છે.જેનો હાઇકોર્ટ દ્વારા ચૂંટણી આયોગને આગામી 8 સપ્તાહમાં કાયદા મુજબ નિર્ણય આપવાનો આદેશ કરાયો છે .

 63 ,  1