ભાજપના નેતાનો દાવો: ધોની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને ભાજપમાં જોડાશે

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર બાદ હવે વધુ એક ખિલાડી ભાજપામાં જોડાઇ શકે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સંજય પાસવાને દાવો કર્યો છે કે મહેન્દ્રસિંહ ધોની ટુંક સમયમાં ક્રિકેટમાંથી સન્યાસ લઇને ભાજપના સભ્ય બનશે. તેમણે કહ્યું કે આ મામલે તેમને ધોની સાથે અનેક વખત મુલાકાત કરી ચૂક્યા છે.

સંજય પાસવાને કહ્યું હતું કે, મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટ દ્વારા દેશની સેવા કરી લીધી છે. હવે તેઓ ક્રિકેટમાંથી સન્યાસ લઇને સમાજ અને દેશ માટે રાજનીતિમાં આવવા માગે છે. પાસવાને દાવો કર્યો છે કે તેઓ ધોનીના સતત સંપર્કમાં છે, તેમને આશા છે કે ટૂંક સમયમાં જ તેઓ આ દિશામાં નિર્ણય લેશે

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી