બંગાળમાં ભાજપ નેતાની ગોળી મારી હત્યા, રાજકારણમાં હડકંપ

પશ્ચિમ બંગાળમાં હિંસાનો ખેલ યથાવત?

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પછી શરૂ થયેલી હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. ઉત્તર દિનાજપુર જિલ્લામાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જોકે આ હત્યાને અંજામ કોણે આપ્યો તે હજું સામે નથી આવ્યું હત્યારાઓ હત્યાને અંજામ આપીને ત્યાથી ફરાર થઈ ગયા હતા.

જોકે આ સમગ્ર મામલે ભાજપ ધ્વારા તૃણમૂલ કોંગ્રેસ પર સીધા આરોપો કરવામાં આવ્યા છે. ભાજપનું કહેવું છે કે ટીએમસીના અસામાજિક તત્વોએ આ હત્યાને અંજામ આપ્યો છે. તો બીજી તરફ મમતા બેનર્જીની પાર્ટી દ્વારા આ આરોપોને નકારી દેવામાં આવ્યા છે.

શુભેંદુ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું કે ભાજપ યુવા મોર્ચાના નેતા મિથુન ઘોષની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે જે કામ ટીએમસી દ્વારા કરવામાં આવ્યું છે. આ ઘટનાને અંજામ પણ ગઈકાલે રાતે 11 વાગ્યે આપવામાં આવ્યો છે. જ્યારે મિથુન ઘોષ રાતે તેમના ઘરની બહાર ઉભા હતા. તે સમયે બાઈક પર અમુક શખ્સો આવ્યો અને તેમને ગોળી મારી હતી.

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી