દિલ્હીમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, પુત્ર પર ચાકુથી હુમલો

બદમાશોએ મસ્જિદની બહાર મારી ગોળી, પુત્રની હાલત ગંભીર

દિલ્હીના નંદ નગરી વિસ્તારમાં સુંદર નગરીમાં ભાજપના નેતા અને આરટીઆઈ કાર્યકર ઝુલ્ફીકાર કુરૈશીને અજાણ્યા બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. સવારે નમાજ પઢવા જઇ રહ્યા હતા તે દરમિયાન બેખોફ બદમાશોએ ઝુલ્ફીકારને મસ્જિદની બહાર ગોળી મારી દીધી હતી. એટલું જ નહીં બદમાશોએ ઝુલ્ફીકારના પુત્ર પર પણ છરીથી હુમલો કર્યો હતો.

હાલ ભાજપના નેતા ઝુલ્ફિકર કુરૈશીના પુત્ર સ્વામી દયાનંદને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યાં હાલત નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પરિવારજનોની પૂછપરછ કરી છે.

આ મામલે પોલીસ દ્વારા હજી સુધી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ત્યારે વધુ વિગતો માટે રાહ જોવાઇ રહી છે.

 77 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર