ભાજપના નેતા ઉવાચ : મારા બંને હાથમાં લાડવા છે….

‘એક ખિસ્સામાં બ્રાહ્મણ અને બીજા ખિસ્સામાં વાણિયા, અમને શું ચિંતા?’

મધ્ય પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP)નાં પ્રભારી મુરલીધર રાવે એક એવું નિવેદન આપતા વિવાદનો મધપૂડો છેડ્યો છે. સોમવારે મુરલીધર રાવે કહ્યું કે, બ્રાહ્મણ અને બનિયા સમુદાયનાં સભ્યો તેમના ‘ખિસ્સા’માં હોવાનું નિવેદન આપીને વિવાદ સર્જ્યો છે.

આપને જણાવી દઇએ કે, સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાવે કહ્યું હતું કે, “બ્રાહ્મણ અને વાણિયા સમુદાયનાં લોકો તેમના ખિસ્સામાં છે.” વધુમાં તેમણે કહ્યુ હતુ કે, ભાજપ અને તેની સરકારો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને વોટ બેંક તરીકે જોતી નથી, પરંતુ તેમનુ પછાતપણું, રોજગાર અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભાજપનાં નેતાનાં આ નિવેદનથી કોંગ્રેસને પ્રહાર કરવાની તક મળી છે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રાવ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપનાં નેતાએ બન્ને સમુદાયોનું અપમાન કર્યું છે. જણાવી દઇએ કે, પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ જાતિ આધારિત વોટબેંકની રાજનીતિ કરી રહી હોવાના આક્ષેપો પર સવાલ પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નનાં જવાબમાં રાવે કહ્યું હતું કે, “બ્રાહ્મણ અને વાણિયા બન્ને મારા ખિસ્સામાં છે… જ્યારે ભાજપમાં બ્રાહ્મણ કાર્યકરો હતા ત્યારે તેમને બ્રાહ્મણોની પાર્ટી કહેવામાં આવતી હતી અને જ્યારે વાણિયાનાં કાર્યકરો તેમાં જોડાયા ત્યારે તેને વાણિયાની પાર્ટી કહેવામાં આવ્યુ.” ભાજપ તમામ સમુદાયોની પાર્ટી છે.’ રાવનાં આ નિવેદન પર કોંગ્રેસ નેતા કમલનાથે શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને ભાજપ પર પ્રહારો કર્યા છે.

કમલનાથે કહ્યું કે, ‘સબકા સાથ, સબકા વિકાસ’નો નારો આપનારા મધ્યપ્રદેશનાં ભાજપનાં પ્રભારી હવે કહી રહ્યા છે કે તેમના એક ખિસ્સામાં બ્રાહ્મણ છે અને બીજા ખિસ્સામાં વાણિયા છે. તે બન્ને સમુદાયનું અપમાન છે. ભાજપ આ સમુદાયોને પોતાની સંપત્તિ માને છે. આ બન્ને સમાજનાં આગેવાનોએ ભાજપને ઘડવામાં ઘણું યોગદાન આપ્યું છે, શું ભાજપ એ નેતાઓને આ જ રીતે માન આપે છે? કમલનાથે આરોપ લગાવ્યો કે, સત્તાનાં નશામાં ભાજપનાં નેતાઓ ઘમંડી બની ગયા છે. રાવનાં નિવેદનથી સમગ્ર બ્રાહ્મણ અને વાણિયા સમુદાયનું અપમાન થયું છે. કોંગ્રેસ નેતાએ કહ્યું, “જે લોકો બધાને સાથે લઈને ચાલવાની વાત કરે છે, તેઓ હવે ચોક્કસ સમુદાયોની વાત કરી રહ્યા છે અને આ બન્ને સમુદાયોનું અપમાન કરી રહ્યા છે.” આ કેવો વિચાર અને માનસિકતા છે. ભાજપ સત્તા માટે કોઈપણ સ્તરે જઈ શકે છે. તેની નીતિઓ, વિચાર અને વિચારધારા બધું જ સત્તા મેળવવા માટે છે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી