‘બંધ બારણે તૈયાર કરાયો બીજેપીનો ચૂંટણી ઢંઢેરો’, રાહુલનો આરોપ

ભાજપના ઘોષણાપત્ર પર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ભાજપના સંકલ્પ પત્રને બંધ રૂમમાં તૈયાર થયેલું ઘોષણાપત્ર ગણાવ્યું છે.

રાહુલે ટ્વિટ કરીને કહ્યું કે, કોંગ્રેસનું ઘોષણાપત્ર અનેક ચર્ચાઓ બાદ કરોડો ભારતીય લોકોની અવાજ બુલંદ કરનારૃ શક્તિશાળી છે નહિં કે ભાજપની માફક બંધ રૂમમાં તૈયાર કરાયેલું ઘોષણાપત્ર. આ માત્ર એક વ્યક્તિનો અવાજ છે એમ કહી મોદી સામે કટાક્ષ કર્યો છે.


ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરતાં રાષ્ટ્રવાદને લઇ તમામ મુદ્દાઓને સામેલ કર્યા હતા. ભાજપાએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિર નિર્માણને પણ સામેલ કર્યું છે.

 88 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી