ભાજપનું ‘સંકલ્પ પત્ર’ જાહેર, જાણો ખાસ વાતો

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનથી બે દિવસ પહેલા ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી અરુણ જેટલી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સહિત કેટલાય દિગ્ગજ નેતાઓ ભાજપના મુખ્યાલયે હાજર રહ્યા હતા.

ભાજપે આ મેનિફેસ્ટોને સંકલ્પ પત્ર નામ આપ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે વર્ષ 2014ની ચૂંટણીમાં દેશની જનતાએ ઐતિહાસિક બહુમત આપ્યું. અમિત શાહે કહ્યું કે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન આ સરકારે પાયાની સુવિધાઓ દેશના લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. તેમણે દાવો કર્યો કે એક વાર ફરી ભાજપ પૂર્ણ બહુમતની સરકાર બનાવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રાષ્ટ્રવાદ, અંત્યોદય અને સુશાસન’ને કેન્દ્રમાં રાખીને મૅનિફેસ્ટો તૈયાર કર્યો છે. 2022માં મધ્યસત્રી મૂલ્યાંકન પણ થઈ શકશે, જળશક્તિ મંત્રાલયની સ્થાપના કરવામાં આવશે.

મોદીએ કહ્યું, “ગત પાંચ વર્ષ દરમિયાન જનતાની ‘જરૂરિયાતો’ માટે કામ કર્યું અને આગામી પાંચ વર્ષનો સમય ‘આકાંક્ષાઓ’ને પૂર્ણ કરનારો હશે. પીએમએ કહ્યું, સ્વચ્છતાને જનઆંદોલન બનાવ્યા બાદ હવે વિકાસને જનઆંદોલન બનાવીશું.

ભાજપના મૅનિફેસ્ટોના મહત્ત્વના મુદ્દા

 • ‘રાષ્ટ્રીય વ્યાપારી આયોગ’નું ગઠન કરવામાં આવશે. 60 વર્ષથી વધુ ઉંમરના નાના ખેડૂતો અને નાના વેપારીઓને પેન્શન આપવામાં આવશે.
 • ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં બેઠકોની સંખ્યા વધારવી.
 • તમામ સિંચાઈ યોજનાઓને પૂર્ણ કરવી.
 • તમામ ઘરોમાં વીજળી અને સ્વચ્છ જળ પહોંચાડવાં.
 • રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ બમણી કરવામાં આવશે.
 • 175 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરવું.
 • રેલવે માર્ગોને બ્રૉડગેજ કરવાની અને વિદ્યુતીકરણ.
 • ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસમાં ક્રમાંક સુધારવો,
 • નિકાસ બમણી કરવી, નાના અને લઘુ ઉદ્યોગો માટે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ કરવી.
 • પાંચ વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયા માળખાકીય સુવિધા વિકસાવવા પાછળ ખર્ચવામાં આવશે
 • રામ મંદિર પર તમામ સંભાવનાઓની તપાસ કરશે. પ્રયત્ન હશે કે ઝડપથી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નિર્માણ થઇ જાય
 • 2022 સુધી તમામ રેલવે પાટાને બ્રોડગેજમાં ફેરવશે.

 88 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી