September 21, 2020
September 21, 2020

ભાજપના મંત્રી જયેશ રાદડિયા કોરોના પોઝિટિવ, હોમ ક્વોરન્ટાઇન થયા

કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા રાજકોટ ખાતેના પોતાના નિવાસસ્થાને હોમ ક્વોરન્ટાઇન થયા

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્ છે. કૂદકેને ભૂસકે કેસ વધી રહ્યા છે. તો બીજી તરફ એક પછી એક ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ પણ કોરોનાની ઝપટેમાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યનાં ખાદ્ય, નાગરિક પુરવઠ્ઠા અને ગ્રાહકો બાબત તથા કુટીર ઉદ્યોગ, છાપકામ અને સ્ટેશનરી વિભાગના મંત્રી જયેશ રાદડિયાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન તેની સાથે હતા. તેમને થોડા દિવસોથી કોરોનાના લક્ષણો પણ જણાતા હતા. જેથી તેમણે ટેસ્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

મળતી માહિતી અનુસાર, જયેશ રાદડિયાના પીએ વિપુલ બાલધા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે હવે રાદડિયાના સંપર્કમાં આવેલા અનેક લોકો ટેસ્ટ કરાવશે. ભાજપના નેતા કોરોનાની ઝપેટમાં આવતા ફફડાટ ફેલાયો છે. થોડા દિવસ અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે રેલી અને સભામાં રાદડિયા હાજર હતા. મહત્વનું છે કે, હાલમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની કોરોનાની સારવાર અપોલો હોસ્પિટલમાં ચાલી રહી છે. તો જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1334 કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1334 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરત અને અમદાવાદમાં 3-3 દર્દીઓના મોત થયા છે. જેના કારણે રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 3230 દર્દીઓના મોત થયા છે..રાજ્યમાં આજે કુલ 1255 દર્દીઓ સાજા થયા છે. આ સાથે આજદિન સુધીમાં કુલ 95 હજાર 265 દર્દીઓ સાજા થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 71 હજાર 507 ટેસ્ટ કરવામા આવ્યા છે.

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર