ભાજપના MLA કૃષ્ણા કલ્યાણી TMCમાં જોડાયા

પશ્ચિમ બંગાળમાં ભાજપને ફરી મોટો ઝટકો

પશ્ચિમ બંગાળમાં ભાજપની ભૂંડી હાર થતા નેતાઓ કેસરીયો ખેસ ઉતારીને મમતા સરકારની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ(TMC)માં જોડાઈ રહ્યા છે. ત્યારે વઘુ એક ભાજપનાં ધારાસભ્ય કૃષ્ણા કલ્યાણી મંત્રી પાર્થ ચેટર્જીના હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસમાં શામિલ થઈ ગયા છે. નોંધનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં જ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધુ હતું.

વિધાનસભા ચૂંટણી પહેલા જ્યાં તૃણમૂલ કોંગ્રેસનાં ધારાસભ્યો ભગવા પાર્ટીમાં જોડાઈ રહ્યા હતા. તો ચૂંટણી બાદ તૃણમૂલ કોંગ્રેસની જીત બાદ ભાજપનાં અનેક ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. આ બધાની વચ્ચે ભાજપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ભાજપનાં રાયગંજનાં ધારાસભ્ય કૃષ્ણા કલ્યાણી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમણે થોડા દિવસ પહેલા જ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં કમળનાં પ્રતિક પર રાયગંજથી ધારાસભ્ય ચૂંટાયેલા કૃષ્ણા કલ્યાણીએ રાયગંજનાં BJP સાંસદ દેવશ્રી ચૌધરી પર તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે (TMC) ભાજપને હરાવ્યું હતું. ભાજપ માત્ર 77 બેઠકો જીતી શક્યું હતું. ભાજપનાં ઘણા મોટા નેતાઓ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે, જેમાં બાબુલ સુપ્રિયો અને મુકુલ રોય જેવા નેતાઓનાં નામ સામેલ છે. આવા ઘણા નેતાઓ TMC માં જોડાયા છે જેઓ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. તાજેતરમાં ભાજપે રાજ્યમાં સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે અને દિલીપ ઘોષની જગ્યાએ સુકાંત મજમુદારને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપી છે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી