ઉત્તરાખંડ: BJP ધારાસભ્યનો ‘તમંચે પે ડિસ્કો’, Viral Video

પોતાની અને પોતાની પાર્ટી બીજેપીની ફજેતી કરનાર ઉત્તરાખંડના ખાનપુરના સૌથી વિવાદીત ધારાસભ્ય પ્રણવ સિંહ ચેમ્પિયન ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે તેઓ કોઈ સાથે મારપીટ નહીં પણ દારૂના નશામાં એક કે બે નહીં પણ 4-4 પિસ્તોલ સાથે ડાન્સ કરીને વિવાદમાં સપડાયા છે. જેનો વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.

હાથમાં એક-બે નહીં પણ ત્રણ રિવોલ્વર અને એક અસોલ્ટ રાયફલની સાથે ધારાસભ્ય ગીતની ધુનની સાથે હથિયારોને લહેરાવી રહ્યાં છે. વીડિયોમાં ભાજપથી સસ્પેન્ડેડ ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન એક-એક કરીને તેમના હથિયારો દેખાળી રહ્યાં છે. આ સાથે જ તેઓ હાથમાં જામ લઇને જોવા મળી રહ્યાં છે.

પોતાના પગનું ઓપરેશન કરાવીને ઘેર પાછા ફરેલા આ ધારાસભ્યે પોતાના સમર્થકો અને મિત્રો સાથે એક દાવત રાખી હતી. આ પાર્ટી ક્યારે હતી એ તો સ્પષ્ટ નથી પરંતુ વીડિયો 2થી 3 દિવસ પહેલાનો હોવાનું મનાય છે. જેમાં ડાન્સ કરતા કરતા તેઓ ઉત્તરાખંડ વિશે અભદ્ર ભાષામાં પણ એલફેલ બોલી રહ્યા છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી