‘જો કમળને મત નહીં આપો તો ઠેકાણે પાડી દઇશ…’

વડોદરા લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટના સમર્થનમાં ગઈકાલે વાઘોડિયા ખાતે જાહેરસભા યોજાઇ હતી. આ જાહેરસભામાં સંસદીય સચિવ અને વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે વાઘોડિયામાં રહેતા બહારના મતદારોને ધમકી આપી હતી કે, જો કમળને મત નહીં આપો તો ઠેકાણે પાડી દઇશ.

આ વીડિયો આજે સોશિયલ મીડિયા ખુબ જ વાઈરલ થયો છે. તેમણે જાહેર મંચ ઉપરથી જ મતદારોને ધમકી આવતા કહ્યું હતું કે, હું વિનંતી કરું છું. વડોદરાના દરેક બુથ ઉપરથી કમળનું નિશાન ખીલવું જોઇએ એ જો એવું નહીં થાય તો ઠેકાણે પાડી દઇ. તેમણે કહ્યું કે હું દાદાગીરીથી જ લડવાનો છું.

આમ ભાજપના ફાયબ્રાન્ડ ગણાતા નેતા મધુ શ્રીવાસ્તવના નિવેદનથી રાજકીય દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં, લોકોમાં ભાજપા સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.

 85 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી