‘નો રીપીટ થિયરી બધા માટે હશે મધુ શ્રીવાસ્તવ માટે નહીં…’

‘હું વાધોડીયાથી જ ચુંટણી લડીશ અને જીતીશ…’

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામા પછી રાજકારણ ગરમાયું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા નીતિન પટેલે આગામી વિધાનસભાની ચૂંટણી મહેસાણાથી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ભાજપના વધુ એક ધારાસભ્યે પણ ફરીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. 

ભાજપ દ્વારા ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અપનાવી છે. તેમજ તમામ મંત્રીઓને દૂર કરીને નવા મંત્રીઓની પસંદગી કરી છે. ત્યારે નો રિપીટ થિયરીને લઈને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આ નિવેદન આપ્યું છે. 

વાધોડીયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ચૂંટણી લડવાને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે હુંકાર કરતાં જણાવ્યું હતું કે, હું વાધોડીયાથી જ ચુંટણી લડવાનો છું. હું ચુંટણી લડીશ અને જીતીશ. નો રીપીટ થિયરી બધા માટે હશે મધુ શ્રીવાસ્તવ માટે નહીં. છ વખતથી ધારાસભ્ય છું, સાતમી વખત પણ હું ચુંટણી લડીશ. હજુ તો હું જુવાન છું, હજી તો 25 વર્ષની ઉંમર જેવો જ છું. હું 25 હજાર વોટથી જીતીશ, મને કોઈ નહિ હટાવી શકે કે હરાવી શકે.

રાજધાની ગાંધીનગરમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમે શપથ ગ્રહણ કરી લીધા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની આ નવી ટીમના મંત્રીઓએ મંત્રીપદના શપથ લીધા છે. સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા, તેના બાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા હતા. 10 કેબિનેટ કક્ષાના અને 14 રાજ્યકક્ષાના મંત્રીઓએ આજે નવી સરકારમાં શપથ લીધા છે. આમ હવે સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ 25 મંત્રીઓ છે. 

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી