September 21, 2020
September 21, 2020

બિહાર : ભાજપના ધારાસભ્ય મિથિલેશ તિવારીએ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

ધારાસભ્ય મિથિલેશ તિવારી પોતાના મત વિસ્તારોમાં પૂરના કરાણે બેહાલ બનેલા લોકોની વ્હારે આવ્યા

બિહારમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હતા. કેટલાક ગામો પાણીમાં ફેરવાઈ જવાને કારણે અનેક વિસ્તારોમાં કેટલીક સમસ્યાઓ ઉભી થઇ છે, ત્યારે લોકોની વચ્ચે જઈ અને સમસ્યાઓનો ઝડપી નિકાલ કરાવતા ભાજપના ધારાસભ્ય મિથિલેશ તિવારી એક પછી એક પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ રહ્યા છે. બિહારમાં એક તરફ કોરોના તો બીજી તરફ ભારે પૂરના કારણે ત્રસ્ત બન્યું છે. તેવામાં ગોપાલગંજના વૈકુંઠપુર ક્ષેત્રના ધારાસભ્ય પ્રભાવિત વિસ્તારોમાં મુલાકાત લઇ લોકોની મદદ કરી રહ્યા છે.

ધારાસભ્ય મિથિલેશ તિવારી હંમેશા જનતાની સમસ્યાને લઇ ચર્ચા રહેતા હોય છે. ક્યારેક ક્યારેક જનતાની સમસ્યાને લઇ પોતાની સરકાર સામે પણ બાયો ચડાવતા નજરે ચડ્યા છે. ભારે વરસાદથી ઘોડાપૂર આવતાં લોકો ભગવાન ભરોસે છે. સરકારી તંત્ર પણ અસરગ્રસ્તોને પુરતી અને તાત્કાલિક મદદ કરી શક્યું ન હતું. પૂરને કારણે ભૂખમરાની નોબત આવી હતી. જીવન જરૂરીયાતની વસ્તુઓનાં ભાવ આસમાને ગયા હતા. સરકારી સહાય પણ નાગરિકો સુધી પહોચી શકી ન હતી. હેલીકોપ્ટરોને ઉડવામાં પણ તકલીફ પડી હતી.

ત્યારે હાલ ધારાસભ્ય મિથિલેશ તિવારી પોતાના મત વિસ્તારોમાં પૂરના કરાણે બેહાલ બનતા લોકોની વ્હારે આવ્યા છે. આ સાથે તેમણે વધુ મદદ મળી રહે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. પૂરના કારણે ખેડૂતોની જમીનનું થયેલ ધોવાણ, પશુપાલકોના મૃત્યુ પામેલ પશુધન તથા નાગરીકોને માલ-મિલ્કતની થયેલ નુકશાન વહેલી તકે નિવારણ લાવવા જરૂરી સર્વે તાત્કાલીક કરાવવા અને મળવાપાત્ર જરૂરી સહાય તાત્કાલિક મળી રહે તે માટે અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.અને તાકીદે પગલા લેવા ટકોર કરી હતી.

નોંધનિય છે કે, બિહારમાં કોસી નદીએ તેનું વહેણ બદલતાં 10 લાખ લોકોને ફરજિયાત સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. પૂરની સ્થિતિ ગંભીર બનેલી છે. વડાપ્રધાન દ્વારા બિહાર પૂરને રાષ્ટ્રીય આપત્તિ હોવાની ઘોષણા કરી રૂ.1 હજાર કરોડની સહાયની જાહેરાત કરી હતી. નેપાળમાં કોસી નદી પરનાં બંધમાં ગાબડું પડતાં, નદીએ તેનાં વહેણની દિશા બદલી નાંખતાં આ વિકટ સ્થિતિ સર્જાઇ હતી.

રાજ્ય સરકાર દ્વારા સેનાની મદદ લેવામાં આવી હતી. સેનાનાં હેલીકોપ્ટરોની મદદ લેવાઇ હતી પરંતુ તે નિષ્ફળ રહેતાં લોકોને કેટલાય દિવસો સુધી ભૂખ્યા રહેવાનો વારો આવ્યો હતો. આ દિવસોમાં એક કિલો ચોખાનો ભાવ રૂ. 100 અને એક લિટર દૂધનો ભાવ રૂ. 150 થઇ ગયો હતો. પશુઓની હાલત સૌથી વધુ ખરાબ બની હતી. સેકડો પશુઓ પૂરમાં તણાઈને મૃત્યુ પામ્યા હતા.

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર