ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલને 13 વર્ષ જુના કેસમાં કોર્ટે સંભળાવી સજા, 6 મહિનાની કેદ

ધ્રોલ સિવિલ હોસ્પિટલમાં તોડફોડ મામલો, ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચ દોષિત

2007ના વર્ષમાં ધ્રોલ સિવિલ હોસ્પિટલમાં તોડફોડ કેસમાં જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચને ધ્રોલ કોર્ટે દોષિત ઠેરવ્યા છે, જ્યારે ત્રણ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે રાઘવજી પટેલ, ત્રણ પત્રકાર સહિત પાંચને 6 માસની સજા અને દરેકને 10 હજારનો દંડ ફટકાર્યો છે.

આજથી 13 વર્ષ પહેલા 2007માં ધ્રોલમાં હોસ્પિટલની બેદરકારીના કારણે એક દર્દીનું મોત નિપજ્યું હતું. ત્યારે ડોક્ટર પાસે જે તે સમયે રાઘવજી પટેલ રજુઆત કરવા ગયા હતા. આ દરમિયાન હોસ્પિટલમાં ધમાલ અને તોડફોડ થઇ હતી. આ ગુનામાં પોલીસે રાઘવજી પટેલે તે સમયના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે નરેન્દ્રસિંહ જાડેજા, ત્રણ પત્રકારો અને અન્ય ત્રણ સામે ગુનો દાખલ થયો હતો. કોર્ટે રાઘવજી પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા અને ત્રણ પત્રકાર કરણસિંહ જાડેજા સહિત પાંચને 6-6 મહિનાની સજા ફટકારી છે. 

વર્ષ 2007માં તત્કાલિન કોંગ્રેસી ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલની આગેવાની હેઠળ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સુવિધા મામલે રેલી યોજી આવેદનપત્ર પાઠવવા દરમ્યાન હોસ્પિટલ સંકુલમાં તોડ-ફોડ કરવામાં આવી હતી. જેમાં ધ્રોલ ખાતે તત્કાલિન કોંગ્રેસી ધારાસભ્ય અને હાલમાં જામનગરના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ અને તેમના ટેકેદારો સહિતના લોકો સામે પબ્લીક પ્રોપર્ટી ડેમેજીસ એક્ટની કલમો મુજબ ગુનો નોંધાયો હતો.

 61 ,  2