સાવલીના MLA કેતન ઇનામદારના સમર્થનમાં આવ્યા ભાજપના ધારાસભ્યો

બરોડા ડેરીમાં ભાવફેર મુદ્દે વિવાદ વધુ ઉગ્ર બન્યો

બરોડા ડેરીનો વિવાદ ફરી વકર્યો છે. એકવાર સમાધાન થયા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ફરી એકવાર મોરચો માંડ્યો છે. પશુપાલકોને ભાવફેરની રકમ ન ચૂકવવામાં આવતા કેતન ઈનામદારે ફરી આંદોલન શરૂ કર્યું છે. આજે કેતન ઈનામદાર અને ડેરીના શાસકો વચ્ચેની બેઠક રદ કરવામાં આવી છે. કેતન ઈનામદારને ભાજપને વધુ બે ધારાસભ્યોનો ટેકો મળતા રાજકારણ ગરમાયું છે.

હકીકતમાં પશુપાલકોને બરોડા ડેરી તરફથી કરવામાં આવેલા ભાવ વધારાનો લાભ ના મળવાના કારણે કેતન ઈમાનદાર આ મુદ્દાને અવારનવાર ઉઠાવી રહ્યાં છે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે, વાઘોડિયા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં તેમના દ્વારા કેતન ઈમાનદારને પોતાનું સમર્થન આપવામાં આવ્યું હતું.

આજે સર્કિટ હાઉસમાં મળેલી બેઠકમાં મધુ શ્રી વાસ્તવે સરકાર બદલવા PM મોદીને અભિનંદન આપ્યા હતા તેમજ નવી સરકાર અમારા કામો કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મધુ શ્રી વાસ્તવે કહ્યું હતું કે હું ચેરમેન હતો ત્યારે નર્મદાના પાણીનો પ્લાન્ટ બનાવ્યો હતો પરતું ડેરીના શાસકોએ પ્લાન્ટ ભંગારમા વેચી નાખ્યો છે મધુ શ્રી વાસ્તવે દુધ ઉત્પાદકોના હિતમાં પોતે કેતનભાઈ સાથે હોવાનું જણાવ્યું હતું. 

બરોડા ડેરીમાં ભાવફેર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ભાજપના ધારાસભ્યનો આરોપ લગાવતા કહ્યું કે ડેરીની આવક હોવા છતાં પશુપાલકોને ભાવફેર અપાયા નથી જેથી ભાવફેર નહીં અપાતા પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે ધારાસભ્યનું કહ્યું કે હવે બરોડા ડેરી નફો કરી રહી છે ત્યારે ભાવ વધવો જોઈએ પરતું છેલ્લા 2 વર્ષથી પ્રતિકિલો ફેટે 675 રૂપિયા મળી રહ્યા છે,

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી