ભાજપ સાંસદનું દિલ્હીમાં શંકાસ્પદ હાલતમાં મોત, પાર્ટીએ રદ કરી સંસદીય દળની બેઠક

પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની આશંકા

હિમાચલ પ્રદેશના મંડીથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામ સ્વરૂપ શર્માનું આજે નિધન થયું. તેમનો મૃતદેહ દિલ્હી સ્થિત તેમના સરકારી આવાસમાં મળી આવ્યો છે. રામ સ્વરૂપ શર્માનું સંદિગ્ધ હાલતમાં મોત થયા બાદ આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રામ સ્વરૂપ શર્માના નિધન બાદ ભારતીય જનતા પાર્ટીએ આજે દિલ્હીમાં થનારી સંસદીય દળની બેઠક રદ કરી છે. અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બાકીના ઉમેદવારના નામ પર આજે બેઠકમાં ચર્ચા થવાની હતી. 

દિલ્હી પોલીસ અનુસાર સાંસદ રામસ્વરૂપ શર્માનો રૂમ અંદરથી બંધ હતો અને તેમણે ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસે એ પણ જણાવ્યું કે, રામસ્વરૂપ શર્મને ફાંસી પરથી ઉતારીને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે જ તેમણે દમ તોડી દીધો હતો. હજુ સુધી કોઈ સુસાઈડ નોટની વાત સામે આવી નથી. પોલીસ પોતાની રીતે તપાસ કરી રહી છે. હાલમાં કેન્દ્રીય નામા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર રામસ્વરૂપના ઘરે પહોંચ્યા છે. 

 63 ,  1