September 25, 2020
September 25, 2020

અમદાવાદ : ભાજપના સાંસદ કિરીટ સોલંકીના ઘરે 10 લાખની ચોરી, બે સગી બહેનોની ધરપકડ

સાંસદના ઘરમાં ચોરી કરનાર બંન્ને બહેનોની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ શહેરમાં ભાજપના સાંસદ કિરીટ સોલંકીના ઘરમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. આ મામલે બે બહેનોની ધરપકડ કરવામાં આવી છે. ડિજિટલ લોકરમાંથી 10 લાખથી વધુની મત્તાની ચોરી થઇ હતી. જેને લઇ સાંસદ કિરીટ સોલંકીના પુત્રએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના જ કલાકોમાં જ કાળીગામમાં રહેતી જયા અને રીટા વાઘેલા નામની બે સગી બહેનોને ઝડપી પાડી હતી.

અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ કિરીટ સોલંકીના પુત્રએ આજે તેનના ઘરમાં ચોરી થવાની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તેમના ઘરમાંથી 10 લાખ રૂપિયાની ચોરી થઈ છે. આ ચોરીનો આરોપ ઘરઘાટી બહેનો પર કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે બંન્ને ઘરઘાટી બહેનોની ધરપકડ કરી છે.

કિર્તન સોસાયટીના ચીરાગ બંગલોમાં રહેતા મેહુલ કિરીટભાઈ કાલરીયા રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમના પિતા કિરીટ સોલંકી ભાજપના કદાવર નેતા છે. મેહુલભાઈના પત્નીએ કેટલાય સમયથી તેમના ઘરમાં ડિજિટલ લોકરમાં તેમના લાખોની મતાના દાગીના મૂક્યા હતા. ડિજિટલ લોકરનું સેટિંગ બગડતા તેઓ ચાવીથી મેન્યુઅલી ઓપરેટ કરતા હતા. આ લોકરની ચાવી તેઓએ કબાટમાં મૂકી હતી અને તેની જાણ મેહુલભાઈ અને તેમના પત્ની તથા ઘરઘાટી બે બહેનોને હતી.

બાદમાં લોકર રિપેર કરવા માટે એક વ્યક્તિ આવ્યો હતો. જેણે નવું સેટિંગ કરી આપી બાદમાં તેનો નવો પાસવર્ડ પણ મેહુલભાઈએ નાખ્યો હતો અને ચાવીઓ કબાટમાં મૂકી દીધી હતી. બાદમાં 5મી જુલાઈના રોજ માલુમ પડ્યું કે તેમના લોકરમાંથી દાગીના ગાયબ છે. જેથી તપાસ કરી તો લોકરના મેન્યુઅલ ઓપરેટની પ્લેટના સ્ક્રૂ ખુલ્લા હતા. જેથી સીધી શંકા ઘરઘાટી જયા વાઘેલા અને તેની બહેન રિટા વાઘેલા પર ઉપજી હતી.

પોલીસ તપાસ મુજબ, બન્ને બહેનોએ ડિજિટલ લોકરના પ્લેટના સ્ક્રૂ ખોલી અને દાગીના ચોરી કરી હતી. પરિવારના લોકોએ પૂછપરછ કરી હતી પરંતુ સાચી હકીકત ન જણાવતાં રાણીપ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી બંને બહેનોની પૂછપરછ અંગે તપાસ શરૂ કરી છે.

 127 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર