September 21, 2020
September 21, 2020

પોરબંદના સાંસદ રમેશ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, પુત્ર-પુત્રવધુ પણ સંક્રમિત

જન્માષ્ટમીના ઉત્સવમાં અનેક લોકો આવ્યા હતા સંપર્કમાં સાંસદ રમેશ ધડુક 

પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઇકાલે તેમના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજે તેઓ ખુદ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જણાવ્યું છે. સાથે જ તેમણે સંપર્કમાં આવેલા તમામ લોકોને કવોરન્ટાઇન થવા સલાહ આપી છે. તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને જણાવ્યું કે, આજ રોજ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. તેથી મારા સંપર્કમાં આવેલ હોય તે તમામ લોકો સ્વેચ્છાએ હોમ કવોરન્ટાઇન થઇ જાવ..

કોરોનાનો રિપોર્ટ પોઝિટિ આવ્યા પછી સાંસદ રમેશભાઈ પોતાના ગોંડલ સ્થિત ઘરે હોમ આઇસોલેટ થયા છે. નોંધનીય છે કે, ગત 12મીએ તેમના ઘરે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ગીતા રબારી સહિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ રમેશ ધડૂકના પુત્ર ડો. નેમીષ અને સાંસદ રમેશભાઈ ધડુકને કોરોના થયો છે. સાંસદ પુત્ર ડો. નેમીષનો રીપોર્ટ કોરોના પોઝિટિવ પાછળથી આવ્યો હતો છતાં તેમના સંપર્કમાં આવનારા તમામને કોરોના થવાનો ખતરો છે. તો બીજી તરફ રમેશ ધડૂકના પૂત્રવધુ પણ કોરોના સંક્રમિત થયા છે. હાલ ત્રણેયની તબિયત સારી છે. 

 225 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર