September 19, 2021
September 19, 2021

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદીને લખી ચિઠ્ઠી

‘હાઇ પ્રોફાઇલ ભ્રષ્ટાચાર કેસોમાં વિલંબથી ભાજપની છબી થઇ રહી છે ખરાબ’

ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પી. ચિદમ્બરમ, રોબર્ટ વાડ્રા અને અન્ય સામેલ હાઈ પ્રોફાઈલ કેસોમાં કાર્યવાહીમાં વિલંબથી ભાજપ છબી ખરાબ થઈ રહી છે જ્યારે પાર્ટીએ 2014ના ચૂંટણી પ્રચાર દરમિયાન આવા મુદ્દાઓ સામે કાર્યવાહી માટે ઝુંબેશ ચલાવી હતી.

ડો.સ્વામીનો પત્રના લખ્યું છે, “તેમાં કોઈ શંકા નથી કે સરકાર દ્વારા ભ્રષ્ટાચારના અનેક કેસોની કાર્યવાહીમાં એક અસાધારણ અને ખુલાસાત્મક વિલંબ થઈ રહ્યો છે જે કેન્દ્રના યુપીએના શાસનકાળમાં દરમ્યાન થયો હતો.

“દિલ્હી હાઇકોર્ટમાં પેન્ડીંગ 2G કૌભાંડની અપીલ હોય અથવા લોકો સામે જામીન પર લોકોના વિરૂદ્ધ પેન્ડિંગ કેસ. એરસેલ મેક્સિસ અને આઇએનએક્સ મીડિયા લાંચ કેસોમાં પી ચિદમ્બરમ અને તેમના પુત્રનો કેસ હોય અથવા નેશનલ હેરાલ્ડ કેસ. અનિયમિતતાના કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જામીન પર બહાર છે. “

ભાજપના સાંસદ સ્વામીએ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેમની સામે નોંધાયેલા કાળા નાણાના કેસમાં કંઈ પ્રગતિ થઈ નથી.

ડો.સ્વામીએ પીએમ મોદીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “ઉપરોક્ત વિલંબ અમારી પાર્ટીની છબીને નુકસાન પહોંચાડી રહ્યો છે કારણ કે 2014 માં અમારા ચૂંટણી પ્રચાર થયા બાદ રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે વિવિધ ચૂંટણીઓમાં ભ્રષ્ટાચાર સામે લડવું એ પાર્ટીનો મુખ્ય મુદ્દો બની ગયો હતો.”

 132 ,  3