દિલ્હીમાં રવિવારે ભાજપની રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠક

PM મોદી પાર્ટીના સુધારણા માટે મંત્ર આપશે, આ મુદ્દા પર થશે ચર્ચા..

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક રવિવારે થશે. બેઠક રવિવારે સવારે શરૂ થશે અને બપોરે ત્રણ વાગે સમાપ્ત થશે. વડાપ્રધાન મોદી કાર્યકારિણીના દેશભરના સદસ્યોને પાર્ટીને કેવી રીતે શ્રેષ્ઠ બનાવીએ તેનો મંત્ર આપશે.

ભાજપ મહાસચિવ અરુણ સિંહે શનિવારે આ જાણકારી આપી. આ બેઠક કોરોનાના કારણે લગભગ દોઢ વર્ષ બાદ પ્રત્યક્ષરીતે થઈ રહી છે. પાર્ટી સૂત્રો અનુસાર બેઠકમાં તાજેતરમાં કેટલાક રાજ્યોમાં થયેલી પેટાચૂંટણીમાં પાર્ટીને લાગેલા આઘાતને જોતા પાંચ રાજ્યોના આગામી પેટાચૂંટણી માટે નવી રણનીતિ પર વિચાર થવાની સંભાવના છે. આ એક દિવસીય બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ભાષણથી શરૂ થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમાપન ભાષણની સાથે સમાપ્ત થશે.

બેઠકમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં પાર્ટીના મુદ્દાને લઈને પણ નવેસરથી વિચાર થશે. એક ભાજપ નેતાએ કહ્યુ કે બેઠકમાં તમામ મહત્વપૂર્ણ મુદ્દા પર વિચાર થશે. પાર્ટી કોવિડ મહામારી સામે લડવામાં કેન્દ્ર સરકારની સફળતાને લઈને તેમના વખાણમાં પ્રસ્તાવ પણ પસાર કરી શકે છે. ટીકાકરણ અભિયાન અને દેશના વિકાસ માટે પીએમ મોદીની પહેલ અને તેમની સફળ વિદેશ યાત્રાને લઈને પણ પાર્ટી પ્રશંસા કરશે. બેઠકમાં દેશની આર્થિક ગતિવિધિઓમાં જોરદાર ઉછાળો, રેકોર્ડ જીએસટી કલેક્શનને લઈને પણ ચર્ચા થશે.

પાર્ટીએ રાજ્ય એકમને મોકલેલા પત્રમાં કહ્યુ છે કે કોવિડ-19 પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ, રાજ્ય મહાસચિવ અને તેની સાથે સંબંધિત રાજ્યના રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય પોત-પોતાના રાજ્ય પાર્ટી કાર્યાલયો સાથે વર્ચુઅલ રીતે બેઠકમાં સામેલ થશે. રાષ્ટ્રીય પદાધિકારી, કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય દિલ્હીના નેતા સાત નવેમ્બરે એનડીએમસી કન્વેન્શન સેન્ટરમાં પ્રત્યક્ષરીતે બેઠકમાં ભાગ લેશે.

આ રાજ્યોમાં થશે આગામી વર્ષે ચૂંટણી

બેઠકના એજન્ડામાં આગામી વિધાનસભા ચૂંટણી અને અન્ય સામયિક મુદ્દા પર ચર્ચા સામેલ છે. 2022માં કુલ સાત રાજ્યની વિધાનસભા ચૂંટણી થશે. પાંચ રાજ્ય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં આગામી વર્ષની શરૂઆતમાં ચૂંટણી થશે જ્યારે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી વર્ષના અંતમાં થશે. પંજાબને છોડીને આ તમામ રાજ્યોમાં ભાજપ સત્તામાં છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી