’15 લાખ આપવાની વાત કયારેય કરી નથી’, રાજનાથનો દાવો

દરેક ખાતામાં 15 લાખ જમા થવાના દાવા પર કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, તેમની પાર્ટીએ લોકોના ખાતામાં 15 લાખ આપવાની વાત કયારેય કરી નથી. રાજનાથે કહ્યું કે 15 લાખ રૂપિયા આવશે, એવું બિલકુલ કહ્યું નહોતું. એમ કહ્યું હતું કે અમે કાળાનાણાંની વિરૂદ્ધ કાર્યવાહી કરીશું.

વધુમાં તેમણે દાવો કર્યો છે કે, કાળાનાણાંની વિરૂદ્ધ અમારી સરકારે જ કાળાનાણાંના કેસમાં એસઆઇટીની રચના કરી છે. રાજનાથ સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિપક્ષ પાર્ટીઓ સતત ભાજપ પર જુઠ્ઠા વચનો આપ્યાનો આરોપ મૂકી રહી છે.

વિપક્ષી દળોનો આરોપ છે કે ભાજપે 2014મા ચૂંટણી પ્રચાર દરમ્યાન લોકોને તેમના ખાતામાં 15-15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું.

 36 ,  3