ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે 5 જુલાઈના રોજ પેટાચૂંટણી યોજાનાર છે. ભાજપ દ્વારા કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર અને ઠાકોર સમાજના નેતા જુગલજી ઠાકોરને સત્તાવાર રીતે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જેના માટે આજે વિદેશમંત્રી એસ.જયશંકર અને ઠાકોર સમાજના નેતા જુગલજી ઠાકોરે ઉમેદવારી પત્રક ભર્યું હતું.
આ મુદ્દે ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર, ઠાકોર સમાજના નેતા જુગલજી ઠાકોર સહિત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અન્ય આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાત ભારતનું ‘ગ્લોબલ સ્ટેટ’ છે. વાઈબ્રન્ટ ગુજરાતના માધ્યમથી બીજા દેશો સાથેના સંબંધો ઘણા મજબૂત બન્યા છે. આ સાથે જ અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીયોની ભારત મુલાકાત વિશે તેમણે જણાવ્યું કે આ મુલાકાતમાં ભારત અને અમેરિકાના વેપાર સંબંધો પર ચર્ચા થશે જે ખૂબ જ સકારાત્મક રહેશે. આ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ પણ ભારતની મુલાકાતે આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
29 , 1