September 23, 2020
September 23, 2020

પરેશ ધાનાણીનો કટાક્ષ, કહ્યું – ભાજપના ‘ભાઉં’એ ભક્તોને પણ ભરડામાં લીધા

‘સૌને દૂર જ રહેવા વિનંતી નહીંતર પછી ‘કોરોના’ કરડી જાશે….’ 

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્ છે. પોઝિટિવ કેસોની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. તો બીજી તરફ નોતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કમલમમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપરાંત પ્રદેશ કાર્યાલય કમલમના પ્રદેશ કાર્યલાયના મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર, તેમજ 2 સફાઈકર્મી કોરોના પોઝિટિવ આવતા કાર્યલયને બંધ કરવામાં આવ્યું છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરી સરકાર પર નિશાન સાધ્યું છે. પરેશ ધાનાણીએ કટાક્ષ કરતા લખ્યું છે કે, ભાજપના ‘ભાઉં’એ ભક્તોને પણ લીધા છે ભરડામાં, “કમળ છાપ” કાર્યકર્તાઓથી તો સૌને દૂર જ રહેવા વિનંતીનહીંતર પછી ‘કોરોના’ કરડી જાશે અને ભારે મોટી ‘કઠણાઈ’ થાશે..! સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભેચ્છા…

જણાવી દઇએ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ખેડેલા સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના પ્રવાસ બાદ અનેક કાર્યકરો, પદાધિકારીઓને કોરોના થયો છે. તો બીજી બાજુ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમના કર્મચારીઓને પણ કોરોનાનુ સંક્રમણ થયુ છે. આમ કોરોનાનુ સંક્રમણ ભાજપના અન્ય કોઈ પદાધિકારીમાં ના ફેલાય તે માટે કેન્સવીલે ખાતે યોજાનાર ચિંતન બેઠક રદ કરી દીધી છે.

 15 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર