બીજેપીની નવી યાદી જાહેર, કૈરાનાથી પ્રદીપ કુમારને આપી ટિકીટ

ભાજપે લોકસભા ચૂંટણી માટે વધુ એક યાદી જાહેર કરી છે. પાંચમી યાદીમાં પાર્ટીએ તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, કેરળની લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી. કૈરાનાથી પ્રદીપ ચૌધરી, નગાનાથી ડો. યશવંત, બુલંદશહરથી ભોલા સિંહને ટિકિટ આપવામાં આવી છે.

કૈરાના સીટને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહાગઠબંધને કૈરાનાથી તબસ્સુમ હસનને ટિકિટ આપી છે. બીજી તરફ, કોંગ્રેસે અહીંથી હરેન્દ્ર મલિકને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે નગીનાથી કોંગ્રેસે ઓમવતી દેવી જાટવનો ટિકિટ આપી છે અને બુલંદશહરમાં કોંગ્રેસે બંશીલાલા પહાડિયાને ટિકિટ આપી છે.

 28 ,  3