September 19, 2021
September 19, 2021

ગુજરાતમાં ભાજપની સત્તામાં વાપસી ફાઈનલ: ભાજપ સાંસદ

પક્ષની ટીકા કરનાર સુબ્રમણ્યમ સ્વામીએ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની પ્રશંસા કરી

છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ અને સરકારમાં રહીને સરકારની ટીકા કરનાર રાજયસભાનાં સાંસદ અને સુબ્રમણ્યમ સ્વામીએ ગુજરાતમાં થયેલા નેતૃત્વ પરિવર્તનનું સ્વાગત કર્યું છે. તેમણે ટવીટ કર્યું છે કે આ ખુબ સારી બાબત છે કે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા. હવે ગુજરાતમાં સત્તામાં ભાજપનું પુનરાગમન નક્કી છે.

કેટલાંક રાજનીતિક નિરિક્ષકોએ જણાવ્યું હતું કે ભાજપે હાલમાં ઓછા લોકપ્રિય નેતાઓને રાજયોનાં મુખ્યમંત્રી બનાવ્યા છે. પાર્ટી રાજયોમાં નવા નેતૃત્વને ઉભુ કરવામાં આવે છે અને ઉતરાખંડના મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામી પણ તેનું ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે સ્વામી સતત નેતૃત્વને લઈને નિર્ણયો પર ટિકાકાર રહ્યા છે. પરંતુ ગુજરાતમાં થયેલા નેતૃત્વ પરિવર્તનને આવકાર્યું છે.

નોંધનીય છે કે, આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા વિજય રુપાણી એકાએક મુખ્યમંત્રી પદે રાજીનામું આપતા મોદી-અમિતશાહની જોડીએ નારાજ પાટીદારોને મનાવવા માટે પાટીદાર કાર્ડ ખેલ્યું છે. અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.

 16 ,  1