સરસપુર વોર્ડમાં પ્રચાર રેલીમાં ‘શક્તિ પ્રદર્શન’, સ્થાનિકો દ્વારા ભાજપને ભવ્ય આવકાર મળ્યો
21 ફેબ્રુઆરીએ યોજાનારી છ મહાનગરપાલિકા માટે ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લા દિવસ હતો. ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે પડાપડી કરી હતી. અમદાવાદ મનપાના 48 વોર્ડની 192 બેઠકની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોનાં મળી 800થી વધુ ફોર્મ ભરાયાં છે. ત્યારે હવે ભાજપે પ્રચારનો આરંભ કર્યો છે.

આજે સરસપુર વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ રોડ શો યોજીને પ્રચાર કર્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. જેમાં યુવાઓ, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પ્રચાર રેલીમાં સામેલ થયા હતા. જેમાં ઠેરઠેર ભાજપ આવકાર મળ્યો હતો.
જણાવી દઈએ, 27 સરસપુરમાં વોર્ડમાં દિનેશસિંહ કુશવાહ, ભાસ્કરભાઈ ભટ્ટ તેમજ મહીલા ઉમેદવાર ભારતીબેન મુકેશભાઈ વાણીયા અને મંજુલાબેન રમુજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ચારેય ઉમેદવારોની ઉપસ્થિતિમાં સરસપુર વોર્ડમાં પ્રચાર રેલી યોજાઇ હતી.

ભાજપ સહિત વિરોધપક્ષની પાર્ટીઓ ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એડીચોટીનું જોર લગાવી દીધું છે. અતિ ભારે રસપ્રદ જોવા મળી રહી છે. કોંગ્રેસમાં અસંતોષ તો ભાજપમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવતા વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો.
તો બીજી તરફ ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ પારિવારિક ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. દિવસના રોકાણ દરમિયાન રાજકીય ચર્ચાઓ પણ થઈ શકે છે.
સરસપુર વોર્ડમાં ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ, જીતનો કર્યો દાવો#BJP #Ahmedabad #Election pic.twitter.com/rHRo0dW1Mz
— NetDakiya ગુજરાતી (@netdakiya) February 7, 2021
અમદાવાદ મહાનગર પાલિકામાં ટિકીટોની વહેંચણીના મુદ્દાને લઇને અમિત શાહના સમર્થકોમાં ખૂબ અસંતોષ છે. આ ઉપરાંત પાર્ટીમાં ટિકિટોને લઈ જે અસંતોષ જોવા મળી રહ્યો છે તેને ખાળવા માટે તેઓ અમદાવાદ આવી રહ્યાં છે. સોમવારે આ મુદ્દે શાહ પ્રદેશના નેતાઓ પોતાના સમર્થકો સાથે બેઠકો કરશે.
81 , 1