September 23, 2020
September 23, 2020

જો તમારી પાસે દંડ ઉઘરાવવામાં આવે તો આ ફોટો જરૂર બતાવ જો…!

એક હજાર દંડ ફક્ત આપણને જ…! રાજકીય વગ ધરાવતા લોકો માટે નહીં

કોરોનાના વધતા કહેરને અટકાવવા સરકાર કડક નિયમો બનાવી, કડકાઈથી નિયમો પાલન કરવા આદેશ આપી રહી છે તો બીજી તરફ સરકારના નેતાઓ આ નિયમોને ઘોળીને પી ગયા છે.

રાજ્યમાં ફકત કોરોના જ બેકાબૂ નથી, સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને આવકારવા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ બેકાબૂ બની રહ્યા છે. જાણે કે દુનિયામાં કોરોના વાઈરસ જેવી ગંભીર બીમારી છે જ નહીં તેવું સમજી અહીંયા સોશિયલ ડિસ્ટન્સની ઐસી તૈસી થઈ રહી છે. સી.આર.પાટીલ જ્યાં જ્યાં જાય છે, ત્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવવાના ઈરાદાથી નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ બે દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેમણે ગઈકાલે સોમનાથ મંદિરે દર્શન કરીને પોતાની સૌરાષ્ટ્ર યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જોકે તેમની આ યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો અભાવ જોવા મળ્યો હતો. સરકાર જાહેરમાં આતશબાજી કે જશ્નનો ન મનાવવા આદેશ આપ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં કાર્યકર્તાઓ નવા નિમાયેલા અધ્યક્ષના સ્વાગત માટે જાહેરમાં ફટાકડા ફોડી સરકારના નિયમોનું લગ્ન કરી ભવ્ય આતશબાજી કરી રહ્યા છે.

તહેવાર અંતર્ગત લોકો મોટી સંખ્યામાં જાહેર સ્થળે ભેગા ન થાય તે માટે તમામ તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી હતી અને જેના કારણે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અગ્રવાલ તેમજ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા જુદા-જુદા જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા હતા જે અંતર્ગત જાહેર સ્થળો પર લોકોને ફરવા જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

પરંતુ પ્રદેશ ભાજપ અધ્યક્ષ આવકારવા માટે ગોંડલ ચોકડી ઉમિયા ચોક આસ્થા રેસીડેન્સી ચોક નાના મવા સર્કલ સહિતના સ્થળો પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ભીડ એકઠી થઈ હતી. મોટી સંખ્યામાં લોકો એકઠા થતા સોશિયલ ડિસ્ટન્સના લીલા ઉડતા જોવા મળ્યા હતા તો સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા તેમજ રાજકોટ ના પૂર્વ મેયર જનકભાઈ કોટક સહિતના માસ્ક વગર નજરે પડ્યા હતા. 

 351 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર