September 22, 2020
September 22, 2020

કોરોના રિપોર્ટ અંગે ભાજપા પ્રમુખ પાટીલની સ્પષ્ટતા, કહ્યુ – એન્ટીજન ટેસ્ટ આવ્યો નેગેટિવ

 ભાજપા પ્રમુખ સીઆર પાટીલે કરી ટ્વિટ, કહ્યું – અત્યારે હું સંપૂર્ણ સ્વસ્થ છું

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ટ્વિટ કરીને પોતાના સ્વાથ્યની જાણકારી આપી છે. તેમણે કહ્યું, મારી તબિયત સારી છે. આ પહેલા કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા હતા. જો કે એન્ટીજન ટેસ્ટ નેગેટિવ હોવાની વાતા કહી છે.

પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે એન્ટીજન અને આરસી-પીસીઆર એમ બે ટેસ્ટ કરાવ્યા છે. તેમનો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, આરસી-પીસીઆરનો રિપોર્ટ આવવાનો બાકી છે.

આ પહેલા સાંસદ હસમુખ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોના સંક્રમિત થયા હતા. જેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભાજપના અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે કોવિડ વિજય રથના લોન્ચિંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારે હસમુખ પટેલ અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પાટીલને સારવાર માટે એપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિ આવ્યાના અહેવાલ વહેતા થયા હતા. એપોલો ખાતે હાલ તેમની તબિયત એકદમ સારી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ દરમિયાન સી.આર. પાટીલે પોતાના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને તેમની તબિયત એકદમ સારી હોવાનું તેમજ તેમને એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાનું જણાવ્યું છે. જોકે, સાથે જ તેઓએ એવું પણ લખ્યું છે કે તેઓનો આરટી-પીસઆર રિપોર્ટ આવવાનું બાકી છે.

નોધનિય છે કે, પ્રદેશ પ્રમુખને કોરોના કોઈ જ લક્ષણ નથી. પરંતુ તેમને આગામી દિવસોમાં દિલ્લી અને પાર્લામેન્ટમાં જવાનું હોય અને પાર્લામેન્ટમાં પ્રવેશ માટે કોરોના નેગેટિવના સર્ટિફિકેટ આપવાના હોય, તેમણે ટેસ્ટ કરાવ્યો છે.

જણાવી દઇએ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસ કર્યા હતા. તેમના પ્રવાસ દરમિયાન હાજર રહેલા અનેક નેતાઓ, મંત્રીઓ, ધારસભ્યો, સાંસદો, જિલ્લાના આગેવાનો કોરોના સંક્રમિત થયા હતા. નોંધનીય છેકે, આજે કમલમમાં પણ 7 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 41 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર