September 21, 2020
September 21, 2020

ભાજપા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ભાજપા પ્રદેશ પ્રમુખને કોરોના, એપોલોમાં સારવાર હેઠળ

ભાજપનાં નવા પ્રદેશપ્રમુખ સી.આર પાટીલનો કોરોના સંક્રમિત થયા છે. RTPC ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ પોતાની ગુજરાત યાત્રા દરમિયાન અનેક કોરોના પોઝિટિવ નેતાઓના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતાને પગલે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જો કે આ એન્ટિજન ટેસ્ટ હતો જે નેગેટિવ આવ્યો હતો. જો કે RTPC ટેસ્ટ પોઝિટિવ આવતા કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેઓ એપોલોમાં સારવાર લઇ રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે સી.આર.પાટિલના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રેલીઓ યોજી હતી. ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાડ્યો હતો. ખાસ કરી તેમની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો સ્પષ્ટ રીતે ઉલ્લંઘન થતું હતું.એટલું જ નહીં કેટલાક મંત્રીઓ તો માસ્ક વગર જોવા મળ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયામાં કેટલાક ફોટા પણ વાયરલ થયા હતા. જેમાં પ્રદેશ પ્રમુખ આકરી ટીકા કરવામાં આવી હતી.

પાટીલના પ્રવાસ દરમિયાન રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ, મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે પાટીલના લીંબડી પ્રવાસ દરમિયાન તેની સાથે રહેલા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણા અને તેની સાથે સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલને કોરોના સંક્રમણ લાગ્યું છે.

ત્યારે હવે ભાજપના મોટા મોટા નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. ત્યારે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ કોરોનાની ચપેટમાં આવતા કાર્યકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર