ભાજપના પ્રદેશ પ્રમુખ હવે શિક્ષકોનો લેશે ‘વર્ગતાસ’

સીઆર પાટીલે કહ્યું કે, શિક્ષકોની વિચારધારાને જડમૂળથી બદલવી પડશે

નવસારીમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે,શિક્ષકો પોતાની મૂળભૂત ફરજમાંથી બે ધ્યાન થઈને અન્ય જગ્યાએ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોવાનો ઈશારો કર્યો હતો. પ્રદેશ પ્રમુખ માને છે એક સરકારી શિક્ષકો મોઘવારી,પગાર વધારો અન્ય લાભાલાભ અને રજાના સમીકરણ બેસાડતા થયા છે.પરિણામે ફરજ અને જવાબદારીથી વિમુખ થતા જાય છે. માતાના સ્તર સુધી લઇ જવાની જવાબદારી અને પોતે ગુરુ હોવાની વાત મનમાં ઉતારવા રાજ્યમાં આગામી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

જેમ આજનો બાળક એ આવતી કાલનો નાગરિક છે,તેમ ગુરુએ જ બાળકના ભવિષ્યને સંવારવાની જવાબદારી લેવાની હોય છે. આવતી કાલના નાગરિકનું ઘડતર પણ ગુરુ એ જ તો કરવાનું હોય છે. શિક્ષકો આ જે મૂળ જવાદારી વિસરી જઈ, પોતાના લાભ, રજાઓ, પગાર વધારો આ બધાની સવિશ ચિંતામાં હોય છે. આગામી દિવસોમાં શિક્ષકોને પ્રશિક્ષણ આપવાનો કાર્યક્રમ હાથ ધરાશે. નવસારીના ચીખલી તાલુકાના સમરોલી ગામમાં યોજાયેલા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં પાટીલે,સરકારી શિક્ષકો અંગેના કાર્યક્રમની રૂપ રેખા આપી દીધી હતી.

રાજ્યમાં સમયાંતરે શિક્ષકોની સરકાર સામે નારાજગી સામે આવતી રહી છે. જેમ કે ચૂંટણી લક્ષી કામગીરી હોય કે વસ્તી ગણતરી, મતદાન સુધારણાની કામગીરી, કોરોના મહામારી વખતે સોંપાયેલી કામગીરી, આ બધામાં શિક્ષકોએ હંમેશા વધારાની કામગીરી માટે નનૈયો ભણ્યો છે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી