ભાજપની દરેક જગ્યાએ ગુંડાગર્દી નહીં ચાલે : રેશ્મા પટેલ

રાજકોટમાં ફોર્મ ભરતાં સમયે ઘર્ષણ, રેશ્મા પટેલ અને ઉદય કાનગડ વચ્ચે ઉગ્ર બોલાચાલી

ભાજપ દ્વારા ગઇકાલે જૂની કલેક્ટર કચેરી ખાતે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. દરમિયાન રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે જૂની કલેક્ટર કચેરીમાં જ બોલાચાલી થઈ હતી. જેમાં મામલો વધારે ઉગ્ર બનતાં રેશ્મા પટેલને ટીંગાટોળી કરીને કલેક્ટર કચેરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.

વોર્ડ નંબર 13ના ઉમેદવારોના ફોર્મ ભરાતા હતા તે વખતે રેશ્મા પટેલે મેન્ડેડ માટે બોલાચાલી કરી હતી. જેથી ચેમ્બરમાંથી રેશ્મા પટેલની ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા હતા. રેશ્મા પટેલે અધિક કલેક્ટરની કચેરીમાં કહ્યું કે સાહેબ હું તમને રિકવેસ્ટ કરૂ છું કે ભાજપની દરેક જગ્યાએ ગુંડાગર્દી નહીં ચાલે. અમે તમારા માટે માન રાખીએ છીએ અને તમે આવો ભેદભાવ રાખો છો તે અમે નહીં ચલાવી લઈએ.

આ અંગે રેશમા પટેલે જણાવ્યું કે, આજે ભાજપથી ઉમેદવારો પણ મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા. જો કે ફોર્મ ભરતા સમયે કલેક્ટર કચેરીમાં રેશમા પટેલ અને ઉદય કાનગડ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી ઉશ્કેરાયાલે ઉદય કાનગડે રેશમા પટેલ સાથે તુકારાથી વાત કર્યાનો તેમનો દાવો છે. જેથી તેમણે ભાજપની માનસિકતા જ આ પ્રકારની હોવાનું જણાવ્યું હતું.

ત્યાર બાદ રેશમા પટેલે જણાવ્યું કે, પ્રાંત અધિકારી તરીકે રહેલા ગઢવી સાહેબે મારુ ફોર્મ સ્વિકાર્યું નહોતું. અમારા તમામ ઉમેદવારોને બહાર કાઢી મુક્યા હતા. ભાજપના તમામ ઉમેદવારોના ફોર્મ પહેલા સ્વિકાર્યા હતા. જ્યારે તેમણે તમામ સાથે સમાન વર્તન કરવું જોઇએ. 
 

 809 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર