કર્ણાટક: મુખ્યમંત્રી પદ તરીકે યેદિયુરપ્પાએ ચોથી વખત સપથ લીધા

વિધાનસભામાં વિશ્વાસમતદાન દરમિયાન કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર પડી ભાંગી હતી. ત્યાર બાદ ભાજપે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. ભાજપ હાલ કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી છે. ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા શુક્રવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લીધા.

આ પહેલા નેતાઓ અને સાથીઓ સાથે મુલાકાત યોજી હતી ત્યાર બાદ યેદિયુરપ્પાએ બેંગ્લુરૂનાં ખાંડુ મલ્લેશ્વર મંદિરમાં પણ દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે ધારાસભ્યો અને પાર્ટી નેતાઓ પણ હતા.

મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાએ પદ અને ગુપ્તતતાનાં શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલા રાજકીય નાટકનો અંત આવ્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.એસ યેદિયુરપ્પાએ કર્ણાટકનાં નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ગવર્નર વજુભાઇ વાળાએ તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી